Surat: દાદાની ઉંમરે 10 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી વૃદ્ધની કરી ધરપકડ

|

May 08, 2023 | 11:34 PM

Surat: સુરતના જહાંગીરપુરામાં દાદાની ઉંમરના વૃદ્ધ વ્યક્તિએ 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બે પરિણીત સંતાનના પિતા એવા 61 વર્ષિય વૃદ્ધની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Surat: દાદાની ઉંમરે 10 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલા, પોલીસે ગુનો નોંધી વૃદ્ધની કરી ધરપકડ

Follow us on

સુરતમાં જહાંગીરપુરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં જહાંગીરપુરામાં દાદાની ઉંમરના વૃદ્ધ વ્યક્તિએ 10 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જો કે બાળકીના માતાપિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદને આધારે અડપલા કરનાર બે સંતાનોના પિતા એવા 61 વર્ષિય વૃદ્ધની ધરપકડ કરી છે અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલા

મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક 10 વર્ષીય બાળકી અગાસી પર રમવા ગઈ હતી તે દરમ્યાન નજીકના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય મનહર ત્રિકમ સુરતી બાળકીની પાછળ પાછળ અગાસી પર ગયો હતો અને બાદમાં બાળકીને પકડીને દાદર પાસે લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં દાદાની ઉંમરના વ્યક્તિની વિકૃત હરકતથી ડરી ગયેલી બાળકીએ તેની ચૂંગલમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં વૃદ્ધે તેના શારીરિક અડપલાં કર્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં એક જ દિવસમાં ચાર વ્યક્તિઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

આ સમગ્ર ઘટના અંગે બાળકીએ તેની માતાને વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી 61 વર્ષીય મનહર સુરતી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પૌત્રીની ઉંમર ની બાળકી સાથે શારિરીક અડપલાં કરનાર 61 વર્ષીય મનહર સુરતી બે પરિણીત સંતાનનો પિતા છે. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી તો બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ તરફ સુરતમાં મોટા વરાછામાં એક દુકાનદારનું કરંટ લાગતા ઝાડ પર જ મોત નીપજ્યું હતું. દુકાનની ઉપર આવેલા ઝાડની ડાળીઓ કાપવા ઉપર ચડેલા દુકાનદારને ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જીઈબીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં 34 વર્ષીય આશિષ પાઠક પરિવાર સાથે રહેતો હતો. મોટા વરાછા વિસ્તારમાં ગોલ્ડન ચોક ખાતે પાનની દુકાન ચલાવતો હતો. આશિષની દુકાન એક ઝાડની નીચે આવેલી છે. જોકે ઝાડને અમુક ડાળીઓ નડતી હોવાથી આજે આશિષ ઝાડની ડાળીઓ કાપવા માટે ઝાડ પર ચડ્યો હતો.

ઝાડની ડાળી કાપવા જતા કરંટ લાગતા મોત

દુકાન ઉપરથી પસાર થતી વીજ લાઈન માંથી અચાનક કરંટ લાગ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગયો હતો. ઝાડ પર જ આશિષ લટકી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ થઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને જીઇબીને કરી હતી. ઘટનાની જાણ થતા જીઇબી ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. વીજ લાઇનનો પાવર બંધ કર્યા બાદ ઝાડ પર લટકતા આશિષને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article