Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

લેક ગાર્ડન (garden ) બનીને તૈયાર થઇ ગયું હોવા છતાં કોના માટે તેની રાહ જોવાઈ રહી છે તે સમજાતું નથી. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે તેવામાં જો આ ગાર્ડન ખુલ્લું મુકવામાં આવે તો આ વિસ્તારના બાળકો અને સિનિયર સીટીઝનો પણ તેનો મહત્તમ લાભ લઇ શકે તેમ છે.

Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ
Lake Garden in Punagam (File Image )
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:56 AM

સુરતના (Surat ) પુણા (ટી. પી. સ્કીમ નં. 20) ખાતે આવેલા લેકગાર્ડનનું(Lake Garden ) કામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં ઉદ્ધાટન(Opening ) માટે ભાજપ શાસકો પાસે મુહૂર્તનો ટાઇમ નથી. પરિણામે પુણા કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કમિશનરને પત્ર પાઠવી આગામી પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિને પ્રજાજનો માટે બનાવાયેલ લેકગાર્ડન ખૂલ્લું મૂકવાની રજૂઆત કરી છે. એટલું જ નહીં, જો મનપા દ્વારા ગુજરાત સ્થાપના દિવસે પુણાગામ-લેકગાર્ડનનું લોકાર્પણ કરવામાં ન આવે તો સ્થાનિક કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા પ્રજાની સાથે પ્રજાને માટે સવિનય કાનૂન ભંગ કરી લેકગાર્ડન ખૂલ્લું મૂકી દેશે તેવી ચિમકી પણ આપી છે.

મનપા કમિશનરને કરવામાં આવેલ રજૂઆત મુજબ, ટી. પી. સ્કીમ નં. ૨૦ (પુણા)માં પુણા ગામ તળાવને ડેવલપ કરવાની કામગીરી ઘણાં સમયથી પૂર્ણ થયેલ છે. વોક-વે સહિત સંપૂર્ણ રીતે તૈયાર થયેલ લેકગાર્ડનનું લોકાર્પણ ન થતાં સ્થાનિક લોકોને તકલીફ પડી રહી છે. હવે ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો સહિતના સ્થાનિકો આ લેકગાર્ડનનો લાભ લઈ શકે તેમ છે, પરંતુ કોઈ કારણસર આ લેકગાર્ડનનું ઉદ્દઘાટન કરવામાં આવતું નથી.

સ્થાનિકોની સતત રજૂઆતોને પગલે પુણા કોંગ્રેસ કમિટીના અગ્રણી  પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા આગામી પહેલી મે સુધીનું અલ્ટિમેટમ લેકગાર્ડનના ઉદ્ઘાટન માટે આપવામાં આવ્યું છે. નહીંતર સ્થાનિક લોકોની મદદથી સવિનય કાનૂન ભંગ કરી લોકો માટે બનાવાયેલ લેકગાર્ડન ખૂલ્લું મૂકવાની ચિમકી પણ આપી છે. તેઓનું કહેવું છે કે આ ગાર્ડન બનાવીને તૈયાર પડ્યું છે છતાં હજી લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

સ્થાનિક લોકોનું પણ એ જ કહેવું છે કે લેક ગાર્ડન બનીને તૈયાર થઇ ગયું હોવા છતાં કોના માટે તેની રાહ જોવાઈ રહી છે તે સમજાતું નથી. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે તેવામાં જો આ ગાર્ડન ખુલ્લું મુકવામાં આવે તો આ વિસ્તારના બાળકો અને સિનિયર સીટીઝનો પણ તેનો મહત્તમ લાભ લઇ શકે તેમ છે. જો તંત્ર દ્વારા આ ગાર્ડનને આગામી પહેલી મે સુધી ખુલ્લું નહીં મુકવામાં આવે તો અમે જાતે જ આ ગાર્ડનનું તાળું તોડીને તેનો વપરાશ કરવાનું શરૂ કરી દઈશું.

 

આ પણ વાંચોઃ Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

આ પણ વાંચોઃ Anand : સોખડા હરિધામ વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી બાકરોલના આત્મીય વિદ્યાધામ પહોંચ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો