Surat : સ્મીમેર હોસ્પિટલમાં પીજી વિદ્યાર્થીઓ માટે 16 માળની હોસ્ટેલ બનાવવા આયોજન

હાઉસિંગ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 16 માળની પીજી હોસ્ટેલ બિલ્ડીંગ બનાવવાના ટેન્ડર મંજૂરીની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે રજૂ કરવામાં આવી છે. જેના પર આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ હોસ્ટેલ 16 માળની બનાવવામાં આવનાર છે.

Surat : સ્મીમેર હોસ્પિટલમાં પીજી વિદ્યાર્થીઓ માટે 16 માળની હોસ્ટેલ બનાવવા આયોજન
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:16 PM

સ્મીમેર હોસ્પિટલ(Smimmer Hospital )  કેમ્પસ ખાતે નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇન મુજબ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે પીજી હોસ્ટેલ(Hostel ) બનાવવાનું આયોજન સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા કરવામાં આવ્યું છે. અને તેના માટે ગ્રાઉન્ડ પ્લસ 16 માળની પીજી હોસ્ટેલ જેમાં ફર્નિચર તથા ફાયર ફાઇટિંગ સિસ્ટમ સાથેની બનાવવા માટે 24.85 કરોડના ખર્ચ સાથેના અંદાજો મંજુર કરવામાં આવ્યા હતા.

પીજી વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ પ્લસ 16 માળની હોસ્ટેલ બનશે 

જેની સામે બીજા પ્રયત્ને એકમાત્ર ટેન્ડરર દ્વારા અંદાજથી 29 ટકા ઊંચા ભાવની એટલે કે 32.06 કરોડના ખર્ચની ન્યુનતમ ઓફર મંજુર કરી છે. આ પ્રોજેક્ટ માટે અગાઉ એક વખતે ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ એક જ એજન્સી દ્વારા બીડ કરવામાં આવી હોવાથી ટેન્ડર દફ્તરે કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ બીજા પ્રયત્નમાં પણ એક જ એજન્સીની ઓફર આવતા તંત્ર દ્વારા આ ટેન્ડર ખોલવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટર દ્વારા અંદાજથી 29.52 ટકા ઊંચા ભાવની ઓફર કરવામાં આવી હતી. અને ત્યારબાદ રિવાઇઝ ઓફર 29 ટકા ઊંચા ભાવની કોન્ટ્રાકટર તરફથી આપવામાં આવી છે.  હાઉસિંગ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 16 માળની પીજી હોસ્ટેલ બિલ્ડીંગ બનાવવાના ટેન્ડર મંજૂરીની દરખાસ્ત સ્થાયી સમિતિ સામે રજૂ કરવામાં આવી છે. જેના પર આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ હોસ્ટેલ 16 માળની બનાવવામાં આવનાર છે.

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન તરીકે ડો. દિપક હોવાલેની પસંદગી : 

સ્મીમેર મેડિકલ કોલેજમાં ચાવીરૂપ ખાલી પડેલી ડીનની જગ્યા ભરવા માટે મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવેલી અરજીઓ પૈકી કુલ 6 ઉમેદવારોની અરજીઓ આવી હતી. જે માટે ખડી સમિતિ સામે 3 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં સિલ્વાસા ખાતે નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડીન તરીકે જવાબદારી નિભાવતા ડો. દિપક સદાશિવ હોવાલેની પસંદગી સ્મીમેર મેડિકલ કોલેજના ડીન તરીકે કરવામાં આવી છે.

શિવાજી યુનિવર્સીટી કોલ્હાપુરથી એમબીબીએસ અને માસ્ટર ઓફ સર્જરી ની ડિગ્રી મેળવનાર ડો.હોવલે મહારાષ્ટ્રની વિવિધ મેડિકલ કોલેજો તથા અમદાવાદ, ઉદયપુર, પાટણ, વલસાડ વગેરે મેડિકલ કોલેજોમાં પણ આસિસ્ટન્ટ, એસોસિયેટ પ્રોફેસર, પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અને હાલ ઓક્ટોબર 2018થી તેઓ સિલ્વાસા ખાતે આવેલી નમો મેડિકલ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડીન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

આ પણ વાંચો : લગ્નના ઉન્માદમાં કોરોના ભૂલાયોઃ તાપી જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરીને લોકો નાચ્યા

આ પણ વાંચો : સુરતના વરાછામાં ખાનગી બસમાં અચાનક આગ લાગી, બે લોકોના મોત

Follow Us