SURAT : હિરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા, અચ્છે દિનની રાહમાં હીરાના વેપારીઓ

|

Apr 15, 2022 | 3:18 PM

સુરત ડાયમંડના (Diamonds) વેપારીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનું વાતાવરણ છે અને વૈશ્વિક આર્થિક મંદી છે. ઘણા દેશોમાં મંદી છે. તો યુદ્ધને કારણે અમેરિકામાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

SURAT : હિરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા, અચ્છે દિનની રાહમાં હીરાના વેપારીઓ
SURAT: The diamond industry is in the throes of a recession

Follow us on

ગુજરાતમાં ડાયમંડ સિટી એટલે સુરત (Surat) શહેર, સુરતમાં તૈયાર થયેલા હીરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે હાલમાં હીરાની (Diamonds) ચમક ધીમે ધીમે ઝાંખી પડી રહી છે. જેને પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નવરા બેઠા બેઠા વેપારીઓ ધૂન બોલાવીને અચ્છે દિનની રાહ જોઈ રહ્યા છે.

હિરા બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે હીરા બજારમાં છેલ્લા 20 દિવસથી કોઈ લે વેચ થઈ નથી. જેને પગલે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે જે રીતે એક મહિના પહેલા રફના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બાદમાં એ જ રફના ભાવ નીચે આવતા વેપારીઓ પણ મુશ્કેલમાં મુકાયા છે. એટલું જ નહીં રફ હીરા તૈયાર થયા બાદ વેચાણમાં માઈન્સ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં હીરા બજારમાં મંદીને પગલે છેલ્લા ઘણા સમયથી કોઈ લે વેચ થતી નથી. જેને પગલે વેપારીઓ નવરા બેઠા બેઠા ધૂન બોલાવીને અચ્છે દિન કબ આયેગા ની રાહ જોઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. વેપારીઓનો ધૂન બોલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ વિડીયો હીરા બજાર સાથે સંકળાયેલ લોકોના કહેવા પ્રમાણે વિડીયો સુરતની હીરા બજારનો છે. જોકે તાજેતરમાં અમેરીકાએ રશિયાની ડાયમંડ સપ્લાયર કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકી દેતા સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત સર્જાય રહી છે. પ્રતિબંધમાં આવેલી અલરોસા કંપની વિશ્વમાં 30 ટકા જેટલા જથ્થામાં કાચા હીરાનો સપ્લાય કરે છે, તેના સૌથી મોટા ગ્રાહકોમાં સુરત, મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ પણ આવે છે. હવે મુંબઇ-ગુજરાતના હીરા ઉદ્યોગમાં આગામી દિવસોમાં કાચા હીરાની અછત વર્તાશે. હીરા ઉદ્યોગને હાલમાં પેમેન્ટ ક્રાઇસીસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ વિશ્વની મોટાભાગની કંપનીઓએ રશિયાની કંપનીના બેંકિંગ વ્યવહારો સ્થગિત કરી દીધા છે. ભારતના હીરા ઉદ્યોગપતિઓ દુબઇ, બેલ્જિયમ તેમજ ભારતની જ કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેંક થકી પેમેન્ટ કરીને કાચા હીરાનો સપ્લાય મેળવી શક્તા હતા. પરંતુ કેટલાક દિવસોથી દુબઇ, બેલ્જિયમ અને ભારતની બેંકોમાંથી થતાં પેમેન્ટ પણ બંધ થયા હોય હીરા ઉદ્યોગપતિઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સુરત ડાયમંડના વેપારીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનું વાતાવરણ છે અને વૈશ્વિક આર્થિક મંદી છે. ઘણા દેશોમાં મંદી છે. તો યુદ્ધને કારણે અમેરિકામાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે હાલમાં સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે હાલમાં મંદીના માહોલને લઈને વેપારીઓ નવરા હોવાથી સમય પસાર કરવા માટે ધૂન બોલાવતા હોય છે.

આગામી દિવસોમાં નાના કારખાના બંધ કરવાની નોબત આવશે

હીરાના વેપારી પરેશ ભાઈ સેજલિયાના કહેવા પ્રમાણે હાલમાં છેલ્લા 20 દિવસથી સુરતની હીરા બજારમાં લે વેચ પર બ્રેક લાગી ગઈ છે. હાલ પણ સ્થિતિ અતિ ખરાબ છે. ત્યારે આવુંને આવું થશે તો આગામી દિવસોમાં નાના પાયાના કારખાના પણ બંધ કરવાની નોબત પડશે તેવી વાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું રફ હીરા મોંઘા હોવાને પગલે પોલીસડ ડાયમંડના ભાવમાં 30 ટકા માઇનાન્સ જોવા મળી રહ્યો છે. જેને પગલે કારીગરોને પગાર આપવામાં પણ મુશ્કેલી થઇ રહી છે. આ બાબતે સુરત જેમ્સ એન્ડ જવેલરીના ચેરમેન દ્વારા પણ સરકારને પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો : TV9 Property Expo 2022: હવે બજેટ અને વિસ્તારને અનૂકુળ તમારા ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ, ત્રિ-દિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022માં મળી રહેશે આકર્ષક સ્કિમ

આ પણ વાંચો :Gujarat Elections 2022: ચૂંટણી પહેલા જ્ઞાતિ અને સમુદાયોના સમીકરણ સાધવા રાજકીય ગતિવિધી તેજ, ભાજપ બક્ષીપંચ મોરચો યોજશે રાજ્યમાં ખાટલા પંચાયત

Next Article