Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો શું છે કારણ

|

May 23, 2022 | 8:20 AM

આ બીજા બે રંગની કચરાપેટીઓ (Dustbin ) ઉમેરવાનો આશય જ એ છે કે સૂકા અને ભીના કચરાની સાથે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વેસ્ટ મટિરિયલને પણ અલગ તારવી શકાય અને તેનો તે રીતે નિકાલ કરી શકાય. 

Surat : શહેરમાં હવે બે નહીં પણ ચાર રંગની કચરાપેટીઓ આવશે, જાણો શું છે કારણ
Four Color dustbins in Surat (File Image )

Follow us on

સુરત મહાનગરપાલિકા (SMC)  દ્વારા કચરાઓને વધુ સારી રીતે અલગ કરી શકાય તે માટે શહેરના મુખ્ય રસ્તાઓ (Road ) પર બે ને બદલે હવેથી ચાર રંગની કચરાપેટી (Dustbin )  મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેરમાં જાહેરમાં કચરાનું બે રીતે જ વર્ગીકરણ કરવામાં આવતું હતું. જાહેર રસ્તાઓ પર લીલી અને ભુરા કલરની ડસ્ટબિન મુકવામાં આવતી હતી. જેમાં ભીનો અને સુકો કચરો અલગ અલગ નાંખવા માટે બે ડસ્ટબિન મુકાઈ હતી પરંતુ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં બે નહી પણ ચાર જુદા જુદા વર્ગીકૃત કચરા માટે ડસ્ટબિનો મુકવાની શરૂઆત કરી દીધી છે. જેમાં ભુરી, લીલી, લાલ અને પીળા કલરની ડસ્ટબિન મુકવામાં આવશે. હાલમાં અઠવા ઝોન વિસ્તારમાં ચાર ડસ્ટબિન મુકાઈ છે અને હવે ધીરે ધીરે આખા શહેરમાં મુકાશે.

કયા કલરની ડસ્ટબિનમાં કયો ક્ચરો લેવાશે?

  1. લીલી ડસ્ટબિનઃ ભીનો કચરો,
  2. ભુરી ડસ્ટબિનઃ સુકો કચરો
  3. પીળી ડસ્ટબિનઃ નકામા પ્લાસ્ટિકની વસ્તુ, રમકડા, સૌંદર્ય પ્રસાધનો, બોટલ/ટ્યુબ, ચિપ્સના પેકેટ, પ્લાસ્ટિક બોટલ, બ્રશ
  4. લાલ ડસ્ટબિન : ડાયપર/સેનેટરી નેપકીન, રેઝર/બ્લેડ, બેટરીઓ, સીડી/ટેપ, થર્મોમીટર, બલ્બ/ટ્યુબલાઈટ
  5. IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
    SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
    ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
    કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
    ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નોંધનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને નંબર વન બનાવવા માટે ખુબ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે આમ તો કચરાના મોટા કન્ટેનર શહેરના માર્ગો પરથી ઉઠાવી લઈને શહેરને કન્ટેનર ફ્રી સીટી બનાવવામાં આવી છે. પરંતુ નાની કચરાપેટીઓ શહેરના મુખ્ય માર્ગો પર મુકવામાં આવી છે. જેથી જાહેર માર્ગો પર થતા કચરાના ઢગને અટકાવી શકાય.

આ પહેલા મહાનગરપાલિકા દ્વારા બે રંગની લીલા અને ભૂરા રંગની જ કચરાપેટીઓ મુકવામાં આવતી હતી. જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવાની સમજ લોકોને પણ આપવામાં આવી હતી. ખાસ કરીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓમાં પણ બે અલગ ભાગમાં સૂકા અને ભીના કચરાને ઉઘરાવવામાં આવતો હતો. ત્યારે હવે બીજા બે રંગ જેમાં પીળો અને લાલ રંગ પણ ઉમેરવામાં આવ્યો છે. જેમાં પીળા રંગની ડસ્ટબીનમાં હવે પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરી શકાશે, જયારે લાલ રંગની કચરાપેટીમાં બાળકોના ડાયપર, સેનેટરી નેપકીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક વેસ્ટ મટીરીયલ લેવામાં આવશે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કચરામાંથી પ્લાસ્ટિકનું પ્રમાણ પણ ઘણું નીકળે છે. તેથી આ બીજા બે રંગની કચરાપેટીઓ ઉમેરવાનો આશય જ એ છે કે સૂકા અને ભીના કચરાની સાથે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વેસ્ટ મટિરિયલને પણ અલગ તારવી શકાય અને તેનો તે રીતે નિકાલ કરી શકાય.

 

 

Next Article