Surat : ભાડુઆત મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી થઇ ગયો હતો ફરાર, 5 મહિનાની મહેનત બાદ પોલીસે ઝડપી પાડ્યો

|

Jun 03, 2023 | 10:05 AM

પાંચ મહિના પહેલા સુરતના ડીડોલી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા પરિવારના ઘરે ચોરી થઈ હતી. જોકે ચોરી અન્ય કોઈએ નહીં પણ તેમના જ મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતા ભાડુઆતે કરી હતી.

Surat : ભાડુઆત મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી થઇ ગયો હતો ફરાર, 5 મહિનાની મહેનત બાદ પોલીસે ઝડપી પાડ્યો

Follow us on

Surat : પાંચ મહિના પહેલા સુરતના ડીડોલી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા પરિવારના ઘરે ચોરી થઈ હતી. જોકે ચોરી અન્ય કોઈએ નહીં પણ તેમના જ મકાનમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતા ભાડુઆતે કરી હતી. રુપિયા 1.72 લાખનો ચોરીનો (theft) માલ સામાન લઇને તે ફરાર થઇ ગયો હતો. આ હિસાબને પકડવા માટે પોલીસે પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પોલીસ આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો-Breaking News : ઓડીસામાં થયેલ ટ્રેન દુર્ઘટનાના પગલે ગુજરાત ભાજપે તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા, જુઓ Video

જો તમારા મકાનમાં ભાડુઆત રહેતા હોય તો આ સમાચાર તમારા માટે છે કારણ કે ભાડુઆત સાથે સંબંધ કેળવ્યા બાદ તમે તમારી અંગત વાત કરતા હોય તો ચેતી જજો, કારણ કે આ ભાડુઆત ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો એક મામલો સુરતના પ્રકાશમાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સુરતના શ્રીનાથનગરમાં રહેતા અજયસિંહ ભુમાદિગર ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 18 ફેબ્રુઆરી 2023 થી 3 માર્ચ 2023ના સમયગાળા દરમિયાન મકાન માલિકની પત્નીએ પોતાના મકાનના કબાટમાં સોનાની ચેઈન, બ્રેસલેટ, સોનાની રીંગ, લોકેટ, કાનની બુટ્ટી સહિતના કુલ રૂપિયા 1,72,185 ની કિંમતના સોનાના દાગીના રાખેલા હતા.

આ પણ વાંચો- Gujarat માં મળશે 13,000 લોકોને રોજગારી, લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી સ્થપાશે

આ તમામ દાગીનાની ચોરી થઇ હતી. ચોરીની ઘટના બની એ જ દિવસે સવારે ભાડુઆત પણ ફરાર થઇ ગયો હતો. જેથી મકાન માલિકને શંકા જતા ભાડુઆતનો રુમ તેમણે ચેક કર્યો હતો. જે દરમિયાન મકાન માલિકની પત્નીની કાનની બુટ્ટીનું ખાલી બોક્સ ત્યાંથી મળી આવ્યુ હતું. જેથી મકાન માલિકે બિહાર ભાગી ગયેલા ભાડુઆત અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. જોકે થોડા દિવસ પહેલા પોલીસને માહિતી મળી હતી કે બિહાર નાસી ગયેલ ભાડુઆત આરોપી તુલસીકુમાર ઘુટો બિહારથી સુરતમાં આવ્યો છે. અને ડીંડોલી મધુરમ સર્કલ પાસે આવેલ કેનાલ રોડ પાસે ઉભો છે. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article