સુરતમાંથી મોટા જથ્થામાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

|

Nov 23, 2021 | 5:51 PM

સુરતમાં ટેમ્પામાં લાકડાના બોક્સની આડમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. જેમાંથી પોલીસે 48 હજાર વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.

ગુજરાતના (Gujarat)સુરતમાં (Surat)રવિવારે ટ્રકમાંથી ઝડપાયેલા એક કરોડના ગાંજા બાદ આજે સુરતમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો(Foreign Liquor)જથ્થો પકડાયો છે. જેમાં ટેમ્પામાં લાકડાના બોક્સની આડમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. જેમાંથી પોલીસે 48 હજાર વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.

જેની કિંમત 3.84 લાખનો થવા પામે છે . પોલીસે આની સાથે  કુલ 18.96 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો  છે. જેમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે, રવિવારે જ સુરત (Surat)ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પુણા નિયોલ ચેકપોસ્ટ નજીક ઓરિસ્સાથી (Odisha)સુરત લવામાં આવતો કરોડો રૂપિયાનો ગાંજાનો(Drugs)જથ્થો ઝડપી પાડ્યો જેમાં ત્રણ ઇસમોની પણ કરી ધરપકડ કરી છે. તેમજ ટ્રકની(Truck)અંદર સ્લાઇડર ખાનું બનાવીને ગાંજાનો જથ્થો સુરત લાવવામાં આવતો હતો.

ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું નેટવર્ક વધારવામાં આવી રહ્યું છે.ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં આ નેટવર્ક તોડવા માટે સુરત પોલીસ રાત દિવસ એક કરી રહી છે. સુરતમાં નશીલા પદાર્થનું નેટવર્ક તોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

થોડા સમય પહેલા સુરત SOG દ્વારા મોટા પ્રમાણ માં ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ રાત્રીના સમયે 1 કરોડ 9 હાજરનો ગાંજો ઝડપી પાડ્યો સાથે 3 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રિલાયન્સના વારસદાર કોણ બનશે ? મુકેશ અંબાણીએ AGM ને સંબોધિત કરતી વખતે આપ્યો હતો આ સંકેત

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 6 માસમાં ખોદાશે 3 લાખ ખાડા ! AMCએ આપી મંજૂરી

Published On - 5:46 pm, Tue, 23 November 21

Next Video