અમદાવાદ શહેરમાં 6 માસમાં ખોદાશે 3 લાખ ખાડા ! AMCએ આપી મંજૂરી

AMCએ થોડા સમય અગાઉ જ હાઇકોર્ટમાં સોગંદનામુ કરીને ખાતરી આપી હતી કે, રિસરફેશ કરાયેલા રસ્તાઓ ફરી નહીં ખોદવામાં આવે. જોકે AMC પોતાની જ જવાબદારી ભુલ્યું છે અને શહેરમાં આજેપણ આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:51 PM

મે 2022 સુધીમાં અમદાવાદમાં આશરે 3 લાખ ખાડા ખોદવામાં આવશે. એટલે કે દર મહિને શહેર પર સર્જાશે 50 હજાર ખાડાનું સામ્રાજ્ય. વિકાસના નામે AMCએ 25 હજાર 315 માર્ગો પર ખોદકામ માટે 9 એજન્સીઓને કામ સોંપ્યું છે. એટલે કે આ એજન્સીઓ 6 હજાર 244 કિલોમીટર રસ્તાનું ખોદકામ કરશે. આપને જણાવી દઇએ કે શહેરના રસ્તાઓની લંબાઇ 2 હજાર 580 કિલોમીટરની છે. એટલે એજન્સીઓ શહેરમાં કુલ રસ્તાની લંબાઇની સામે અઢી ગણુ ખોદકામ કરશે. જોકે આ મામલે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પુછાયું તો તેઓએ એજ સરકારી જવાબને હથિયાર બનાવ્યું. અને નિયમ ભંગ થશે તો કાર્યવાહીની વાત કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો.

જોકે અહીં એ જાણવું પણ જરૂરી છે કે AMCએ કયા કયા વિકાસના કામો માટે ખોદકામની મંજૂરી આપી છે. તો AMCએ જે 9 એજન્સીઓને કામ સોંપ્યું છે તેમાં ગટર-પાણીની લાઇનનું કામ, ગેસ લાઇનનું કામ, કેબલ નેટવર્કનું કામ, ભૂગર્ભ જંકશન નિર્માણનું કામ, ટેલિકોમ નેટવર્કના કામનો સમાવેશ થાય છે. તો AMCની મંજૂરી મામલે વિપક્ષે પસ્તાળ પાડી. અને અણઘડ વહીવટ મુદ્દે વિપક્ષે શાસકોનો કાન આંબળ્યો છે.

મહત્વપૂર્ણ છે કે AMCએ થોડા સમય અગાઉ જ હાઇકોર્ટમાં સોગંદનામુ કરીને ખાતરી આપી હતી કે, રિસરફેશ કરાયેલા રસ્તાઓ ફરી નહીં ખોદવામાં આવે. જોકે AMC પોતાની જ જવાબદારી ભુલ્યું છે અને શહેરમાં આજેપણ આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

જોકે ખરાબ રસ્તા અને આડેધડ ખોદકામ મુદ્દે હાઇકોર્ટે AMC સામે લાલ આંખ કરીને કેટલીક મહત્વની ટકોર પણ કરી ચૂકી છે. જે મામલે AMCએ હાઇકોર્ટને કેટલીક ખાતરી પણ આપી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">