Surat: શિક્ષકોએ કર્યું અનોખું વિદ્યાનું દાન, સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના ઘરમાં કર્યું અજવાળું, જુઓ Video

|

Jun 03, 2023 | 10:14 PM

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોડાદરાની એક સ્કુલના શિક્ષકોએ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ માટે અનોખું વિદ્યાદાન કર્યું છે. ખેતમજુર વાલીના ઘરમાં લાઈટ ન હોવાથી સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં અભ્યાસ કરતા બાળકોના ઝુંપડામાં સોલાર પેનલ નંખાવી તેમની જિંદગીમાં પણ પ્રકાશ લાવવાનું કામ કર્યું છે.

Surat: શિક્ષકોએ કર્યું અનોખું વિદ્યાનું દાન, સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના ઘરમાં કર્યું અજવાળું, જુઓ Video

Follow us on

Surat: મહાનગરપાલિકા સંચાલિત ગોડાદરાની ડો.અબ્દુલ કલામ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેત મજુરના ઝુંપડામાં સોલાર પેનલ લગાવતા વિદ્યાર્થીઓ ઘરે લાઈટના ઉજાસમાં અભ્યાસ કરતા થયા છે. શિક્ષકો સાથે સાથે સોલાર પેનલનું કામ કરનારાઓ પણ સહભાગી બન્યા છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એટલા બધા વિવાદ થાય છે કે તેમાં સમિતિ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી પણ ઢંકાઈ જાય છે. તેમ છતાં કેટલીક શાળાના શિક્ષકો-આચાર્ય દ્વારા પ્રસિધ્ધનો મોહ બાજુએ મૂકીને અનેક સારા કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર નિકળે તે માટે સ્વખર્ચે પ્રિ ટેસ્ટનું આયોજન કરનારી ગોડાદરાની ડો.અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વેકેશન દરમિયાન તેમની સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઘરે અજવાળું કરીને તેમના અભ્યાસમાં મદદરૂપ બનવાની કામગીરી કરી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ગોડાદરાની આ સ્કુલમાં અભ્યાસ કરતાં દેવી પુત્ર વિક્રમ વિજયભાઈ, દેવીપુત્ર પૂનમ વિજયભાઈ અને દેવીપુત્ર સીમા વિજયભાઈ તેજસ્વી વિદ્યાર્થી છે તેઓ વધુ સારી રીતે અભ્યાસ કરે તે માટે તેમના ક્લાસ ટીચર દ્વારા તેમના ઘરની મુલાકાત લેતા તેઓ ચોંકી ગયા હતા. અભ્યાસમાં હોંશિયાર એવા આ વિદ્યાર્થીઓ ખેત મજુરના દિકરા છે. તેઓ પરવત પાટીયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે જ્યાં લાઇટની વ્યવસ્થા નથી. વધુ તપાસ કરતાં સ્કુલનું લેશન અને અન્ય અભ્યાસ આ વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં કરે છે તેવી હકીકત જાણવા મળી હતી.

હાલમાં આ વિદ્યાર્થીઓએ ધોરણ 6 ની પરીક્ષા સારા માર્કે પાસ કરીને ધોરણ સાતમાં આવ્યા છે તેથી ક્લાસ ટીચર હસમુખભાઈ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આચાર્ય દીપક ત્રિવેદીને વાત કરી હતી. ક્લાસરૂમમાં આ મુજબની ચચા થતા શિક્ષકોએ પોતાના ખર્ચે આ ગરીબ વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષકોએ એસ્ટીમેન્ટ કઢાવતા 15 હજાર જેટલો ખર્ચ થાય તેમ જાણ્યું હતું.

શિક્ષકોએ પૈસા કાઢીને ખેત મજુરના ઝુંપડામાં સોલાર પેનાલ લગાવવાની કામગીરીમાં યોગદાન આપ્યું હતુ. આમ સરકારી સ્કુલના શિક્ષકોની સારી ભાવનાના કારણે એક ખેત મજુરના ઝુંપડામાં રહેતા વિદ્યાર્થીઓ સ્ટ્રીટ લાઈટના બદલે સોલાર પેનલના પ્રકાશમાં અભ્યાસ કરશે અને આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં અગ્રેસર હોવાથી આ શાળાના શિક્ષકોએ તેમને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા માટે તૈયારી બતાવી છે.

આ પણ વાંચો : ચોથા માળેથી પટકાતાં એક વ્યક્તિનું મોત, બિલ્ડિંગમાં કામ કરતી વખતે બની ઘટના

સુરત પાલિકાની ગોડાદરાની શાળાના શિક્ષકોએ કરેલા અનોખા સેવા યજ્ઞના કારણે એક શ્રમજીવીના ઝુંપડામાં વીજ પ્રકાશ લાવવામાં સફળતા મળી છે. આ શ્રમજીવીના ઝુંપડામાં પહેલી વાર વીજળીનો પ્રકાશ જોઈ પરિવારના સભ્યો ખુશીથી છલકાઈ ગયા હતા. ડો.અબ્દુક કલામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ કરેલી સખાવતના કારણે પરવત પાટીયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહેતા શ્રમજીવી પરિવારના નસીબમાં લાઈટ નસીબ થઈ છે. વેકેશન દરમિયાન શિક્ષકોએ કરેલી કામગીરીના કારણે આ ગરીબના ઝુંપડામાં સોલાર પેનલની કામગીરી શક્ય બની છે. આ સોલાર પેનલ થકી વિદ્યાર્થીના ઘરમાં બે બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ લગાવી આપ્યો છે જેથી રાત્રે રસોઈ બનાવવામાં અને બાળકોના અભ્યાસમાં તેમને મદદરૂપ થઈ શકાય.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:14 pm, Sat, 3 June 23

Next Article