સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ગોપાલ ગૌડા નામનો વ્યક્તિ સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી રહે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ પહેલા ગોપાલના લગ્ન આશાલતા સાથે થયા હતા. દરમિયાન છ મહિના પહેલા પાછળ અશાલતા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. આશાલતા ગર્ભવતી હોવાથી ગોપાલ તેને 6 મહિના પહેલા સુરત લઈ આવ્યો હતો.
મૃતક આશા લતાના પતિ ગોપાલે જણાવ્યું હતું કે રાત્રે આશાલતાને પેટ માથું અને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. જેથી ઘરમાં પડેલા તેલથી આશા લતાને પેટ છાતી અને માથા પર માલિશ કરી હતી, ત્યારબાદ થોડી સ્થિતિ સામાન્ય થતા સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા ત્યારે આશાલતા હલનચલન કરી રહી ન હતી.
ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે સવારે ઉઠ્યા ત્યારે આશાલતા બેભાન હાલતમાં હતી. જેથી મકાન માલિક અને તેમના પત્નીને બોલાવ્યા હતા, ત્યારબાદ 108ને જાણ કરી હતી. આશાલતાને 108માં સિવિલ હોસ્પિટલ લઈ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે આશાલતાને મૃત જાહેર કરી હતી. જે પછી આશા લતાના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આશાલતાના મોતની જાણ થતા લિંબાયત પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે આશાલતાના પતિ ગોપાલ મકાન માલિક સહિતનાના નિવેદન નોંધ્યા હતા. પરિવાર દ્વારા મોતને લઈને શંકા વ્યક્તિ કરવામાં આવતા પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલતદારની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…