Surat : પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ, PM Modi માટે ‘દીવાના’ યુવાનોએ હોળી ધુળેટીના પર્વ માટે બનાવ્યું ખાસ ગીત, જુઓ સુરતીલાલાઓનો જોરદાર video

|

Mar 01, 2023 | 2:48 PM

આ ગીત સુરતના હોળી દિવાના ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. પીએમ મોદી યૂક્રેન અને રશિયા યુદ્ધમાં મધ્યસ્થી કરે અને યુદ્ધ વિરામ આવે તેવી માંગ સાથે ગીત તૈયાર કરવામાં આવ્યું છે. 18 થી 36 વર્ષના યુવાનોનું ગ્રુપ 'હોળી દીવાના ગ્રુપ' યુવાનોને હોળી, ચાંગ, ઢોલ, નાગડે સાથે જોડીને લુપ્ત થતી રાજસ્થાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

Surat : પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ, PM Modi માટે દીવાના યુવાનોએ હોળી ધુળેટીના પર્વ માટે બનાવ્યું ખાસ ગીત, જુઓ સુરતીલાલાઓનો જોરદાર video

Follow us on

હોળી ધૂળેટીનું પર્વ નજીકમાં જ છે ત્યારે  હંમેશાં કંઇક અનોખું કરવા માટે જાણીતા સુરતીલાલાઓએ પ્રધાનમંત્રી મોદી ઉપર ગીત બનાવ્યું છે.  હોળી ધુળેટીમાં ઘેરૈયાઓએ પરંપરાગત રીતે હોળીના ગીતો રજૂ  કરતા હોય છે. ત્યારે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને ખાસ ગીત બનાવ્યું છે.  ધૂળેટીના  પર્વ ઉપર સુરત કાપડના વેપારીઓએ  ગીત  તૈયાર કર્યું છે- “પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ જીત કા સિલસિલા યે 2024 મે ભી જારી હૈ…..

આ પંક્તિઓ ખાસ ધુળેટી પર્વ માટે તૈયાર કરાયેલા ગીતની છે. જે સુરતના હોળી દીવાના ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. દર વર્ષે આ ગ્રુપ દ્વારા હોળીના પર્વ પરંપરાગત રીતે ગીતો રજૂ કરવામાં આવતા હોય છે.

કાપડ ઉદ્યોગના વેપારીઓ અને કર્મચારીઓએ બનાવ્યું ગીત

અને સૌથી અગત્યની વાત એ છે કે આ ગ્રુપમાં કોઈ પ્રોફેશનલ સિંગર નહીં, પરંતુ સુરત શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓ સામેલ છે. ધુળેટી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે સુરતમાં ધુળેટીના અનેક રંગો સાથે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયા તેમજ યુક્રેન યુદ્ધના ગીત સાંભળવામાં મળી રહ્યા છે. આ ગીત સુરતના હોળી દિવાના ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સુરતમાં રહેતા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાઓએ હોળી પર્વ પર ખાસ ગીત તૈયાર કર્યું છે. જેમાં પીએમ મોદી ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરે અને યુદ્ધ વિરામ આવે તેવી માંગ સાથે ગીત તૈયાર કર્યું છે.

જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ

આ ગીતના વિવિધ શબ્દો દ્વારા  જણાવવામાં આવ્યું છે કે , વર્ષ 2024માં થનાર લોકસભા ચૂંટણીમાં પણ મોદી મેજિક કાયમ રહેશે. રાજસ્થાનની પરંપરા સુરતમાં પણ જોવા મળે અને લોકો આ પરંપરાથી જોડાઈ રહે આ માટે અમે હોળી દીવાના ગ્રુપ બનાવ્યું હતું. જેમાં 80 થી 100 જેટલા યુવાનો છે. આ તમામ યુવાઓ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.  દીવાના ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે દર  વર્ષે અમે લોકગીત સાથે પરંપરા ગીતો રજૂ કરતા હોઈએ છીએ.

ખાસ કરીને સુરતના એવા વિસ્તાર જ્યાં રાજસ્થાની અને મારવાડના લોકો રહે છે ત્યાં અમે રાત્રિ દરમિયાન ખાસ હોળીના પર્વ પર કાર્યક્રમ કરતા હોઈએ છીએ. જે સંપૂર્ણપણે નિ:શુલ્ક હોય છે. યુવાનો પોતાની પરંપરા સાથે જોડાઈ રહે એ માટે આ પ્રયાસ છે .સાથે તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમય થી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આવે એ માટે અમે હોળીના પર્વ પહેલા એક ખાસ ગીત તૈયાર કર્યું છે.

જેમાં અમે પીએમ મોદીને અમે રજૂઆત કરી રહ્યા છે કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરે કારણ કે વિશ્વમાં કશે પણ હલચલ થાય છે ત્યાં લોકો પીએમ મોદીને યાદ કરે છે,અને  તેમની વાતનું વજન પણ પડે છે.

ઉલ્લેખનીય છે કે  સેંકડો કિલોમીટર દૂર સુરત શહેરમાં રહીને પણ રાજસ્થાનની પરંપરાગત હોળી સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ સુરતના રાજસ્થાની યુવાનો કરી રહ્યા છે. 18 થી 36 વર્ષના યુવાનોનું ગ્રુપ ‘હોળી દીવાના ગ્રુપ’ યુવાનોને હોળી, ચાંગ, ઢોલ, નાગડે સાથે જોડીને લુપ્ત થતી રાજસ્થાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

અગત્યની વાત એ છે કે આ તમામ સભ્યો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને અલગ અલગ સોસાયટીઓમાં જઈ રાજસ્થાની વાદ્યોનો ઉપયોગ કરીને હોળીના પરંપરાગત ગીતોના કાર્યક્રમો નિઃશુલ્ક કરે છે.

 

 

Next Article