Surat : હર ઘર તિરંગા અભિયાનમાં રહેશે સુરતનો સૌથી મોટો ફાળો, સુરતની એક મિલ બનાવશે 1 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi ) આહવાનને પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે ત્યારે સુરત પણ પોતાનો એક નાનો અને અમૂલ્ય ફાળો આ તિરંગા ના ઉત્પાદન થકી આપી રહ્યું છે.

Surat : હર ઘર તિરંગા અભિયાનમાં રહેશે સુરતનો સૌથી મોટો ફાળો, સુરતની એક મિલ બનાવશે 1 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજ
Flag Making In Surat (File Image )
| Edited By: | Updated on: Jul 20, 2022 | 5:09 PM

ભારત (India )દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15 મી ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા(National Flag ) ફરકાવવા માટેનું આહવાન કર્યું છે. ત્યારે સુરતના એક કપડાં ઉત્પાદક(Garment Manufacturer)ને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનું ઉત્પાદન પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આગામી 10 ઓગસ્ટ સુધી આ તમામ તિરંગા તૈયાર કરી દેવામાં આવશે. સુરતની આ મિલમાં બનાવવામાં આવી રહેલ તિરંગા સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવશે. જ્યારે સુરતથી એક કંપનીને એક કરોડ ફ્લેગ બનાવવા માટેનો જે ઓર્ડર મળે છે તે મિલ માલિકનું કેવું છે કે નો પ્રોફિટ નો લોસના અંતર્ગત આ ફ્લેગ બનાવી અને આપવામાં આવશે.

ભારત દેશ આ વર્ષે જ્યારે આઝાદીનું 75 મુ વર્ષ ઉજવી રહ્યો છે. જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીકા અમૃત મહોત્સવ નું નામ આપ્યું છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના લોકોને એક આહવાન કર્યું છે કે, 15 ઓગસ્ટના દિવસે જ્યારે ભારત દેશ સ્વતંત્રતા દિવસ ઉજવશે ત્યારે દેશના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાવો જોઈએ અને તેના માટે જ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ તિરંગાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સુરતના કપડા ઉત્પાદક સંજય સરાવગી ને પણ આ અભિયાન અંતર્ગત એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

જેમાં શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલી તેમની મિલમાં આ તિરંગા નું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી 10 ઓગસ્ટ પહેલા અહીં ઉત્પાદિત થયેલા તિરંગા દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મોટા નેતાઓ અને મોવડી મંડળ તેમજ કાર્યકર્તાઓ દ્વારા હાલ પહેરવામાં આવતી ભાજપની ટોપી નું ઉત્પાદન પણ આ જ કપડાં ઉત્પાદક દ્વારા કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરવામાં આવી છે ત્યારે સુરત પણ પોતાનો એક નાનો અને અમૂલ્ય ફાળો આ તિરંગા ના ઉત્પાદન થકી આપી રહ્યું છે. સુરત કોઈપણ તહેવાર હોય અથવા તો કોઈપણ મોટું ઇવેન્ટ હોય તેની અંદર સૌથી મોટો ફાળો સુરત શહેરનો રહેતો હોય છે તેમ દેશભક્તિની અંદર 15 મી ઓગસ્ટ નો એક આગમસ્થાન હોય છે ત્યારે અને તેમાં પણ રાષ્ટ્રધ્વજ એટલે ફ્લેટ તે બનાવવા માટેનું પણ સુરતનું સૌથી મોટું રેકોર્ડ છે કારણ કે અગાઉ પણ આ જ કંપનીને મિલિટરીના જે કાપડ છે તે બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હતો.

Published On - 5:08 pm, Wed, 20 July 22