Surat : કચરો ઉપાડવા માટે સુરત મહાનગરપાલિકાએ ઇ ટેમ્પો ખરીદવાની કરી તૈયારી

|

Jun 23, 2021 | 11:56 AM

Surat : સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા 30 ઇ ટેમ્પો (ETempo) ખરીદવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Surat : કચરો ઉપાડવા માટે સુરત મહાનગરપાલિકાએ ઇ ટેમ્પો ખરીદવાની કરી તૈયારી
સુરત મહાનગરપાલિકા ખરીદશે ઇ ટેમ્પો

Follow us on

Surat : નેશનલ ક્લીન એનર્જી(National Clean Energy) પ્રોગ્રામ અંતર્ગત દેશમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રદુષણ યુક્ત એર ક્વોલિટી ધરાવતા શહેરોમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ એક ઉપાય છે. યોગ્ય એર ક્વોલિટી ન ધરાવતા શહેરોમાં સુરતનો પણ સમાવેશ થાય છે. હવે એનસીપીએ (NCP) સૂચિત પ્રોગ્રામ અંતર્ગતમાં તબક્કાવાર અમલ શરૂ કર્યો છે.

સેન્ટ્રલ ઝોનમાં કચરાના ટ્રેક્ટરનો વિવાદનો મુદ્દો ઊભો છે. તેથી તંત્ર દ્વારા આ વિવાદિત મુદ્દા પર પૂર્ણવિરામ મૂકવા માટે ટ્રેક્ટરો બંધ કરીને ઇ ટેમ્પો શરૂ કરવા તજવીજ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા 30 ઇ ટેમ્પો (ETempo) ખરીદવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અંદાજે ચાર લાખ રૂપિયાના એક એવા 30 ટેમ્પો ખરીદવા માટે 1.20 કરોડના ખર્ચ થાય તેમ છે.

17 માં નાણાપંચ હેઠળ એનસીઇપી કાર્યક્રમ અંતર્ગત મનપાની આ રકમ ગ્રાન્ટ રૂપે મળી શકશે. 500 કિલોની ક્ષમતા ધરાવતા 30 ટેમ્પો કાર્યરત થતા હાલ ચાલી રહેલા કચરાના ટ્રેક્ટરો બંધ કરવામાં આવશે. હાલ બે એજન્સીઓના 21 ટ્રેક્ટરો કાર્યરત છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હાલ આ એક ટ્રેક્ટરનો મેટ્રિક ટન ખર્ચ 1400 થી 1500 રૂપિયાની આસપાસ થાય છે. જ્યારે ઇ ટેમ્પો મનપા દ્વારા ખરીદી મજૂરો, ગાર્બેજ લીફટિંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. મહાનગરપાલિકાને પ્રતિ મેટ્રિક ટન 700 રૂપિયાની બચત થવાનો અંદાજ છે.

નોંધનીય છે કે એ ટેમ્પોમાંથી ગાર્બેજ લીફટિંગ ની સિસ્ટમ શરૂ કર્યા બાદ સમગ્ર શહેરમાંથી ટ્રેક્ટર પ્રથા બંધ કરવાનું આયોજન છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ટ્રેક્ટર કોન્ટ્રાક્ટર વિવાદ પણ ટેમ્પો શરૂ કરવાથી આગામી દિવસોમાં બંધ થઈ જશે. પરિણામે સ્થાયી સમિતિએ થોડા દિવસો પૂર્વે માટે ટ્રેક્ટર ફાળવણીના કોન્ટ્રાક્ટ ની દરખાસ્ત પણ દફતરે કરી દીધી હતી.

Published On - 11:56 am, Wed, 23 June 21

Next Article