Surat : સુરત મનપાને પ્રાથમિક સુવિધાની કામગીરીઓ માટે 200 કરોડની ગ્રાન્ટ મળવાની શક્યતા

|

Apr 27, 2022 | 8:27 AM

મહાનગરપાલિકાના (SMC) એક અધિકારીએ જણાવ્યું હતું કે જો સરકાર પાસેથી પેન્ડિંગ ગ્રાન્ટ મળશે તો શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટો શરૂ થઈ જશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટના કામો અધવચ્ચે અધૂરા પડ્યા છે તે પણ પૂર્ણ કરી શકશે.

Surat : સુરત મનપાને પ્રાથમિક સુવિધાની કામગીરીઓ માટે 200 કરોડની ગ્રાન્ટ મળવાની શક્યતા
Surat city development (File Image )

Follow us on

ગુજરાત (Gujarat ) મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસલક્ષી(Development ) કામો માટે ગ્રાન્ટની(Grant)  ફાળવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે સરકાર દ્વારા 1184 કરોડની ગ્રાન્ટના ચેક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ આપવામાં આવનાર છે. સરકાર દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં તમામ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મનપા કમિશનરને હાજર રહેવા જણાવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ ચેક આપવામાં આવનાર છે. જેમાં સુરત મનપાને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી 280 કરોડની આસપાસની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. મનપાના પદાધિકારીઓની ગાંધીનગર વિઝિટ દરમિયાન સુરત મનપાના કેટલાંક પેન્ડિંગ પ્રશ્નો તથા કેટલાંક પ્રોજેક્ટોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રીનો સમય માગવામાં આવે તેવી પણ શક્યતા છે.

એકતરફ મહાનગરપાલિકાની તિજોરી ખાલી છે અને સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી રહી નથી. આવા સંજોગોમાં મહત્વના પ્રોજેક્ટો શરૂ કરવા પાલિકા માટે પડકાર બની ગયો છે. રાજ્ય સરકાર ને આ માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી.. શહેરના ચાર મોટા પ્રોજેક્ટ રાજ્ય સરકાર પાસે હતા, પ્રોજેક્ટ આ વર્ષે શરૂ થવાના છે તે હવે ગ્રાન્ટ હેઠળ છે- તાપી શુદ્ધિકરણ યોજના પેન્ડિંગ છે, આજદિન સુધી એક પણ ટર્શરી પ્લાન્ટ બનાવી શકાયો નથી.

શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવું મોટો પડકાર

સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસ માટે મહાનગરપાલિકા પાસે પૈસા નથી. આ વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. જો કે, પૈસાના અભાવે તેઓ તેમના કામમાં ઝડપ લાવી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર તરફથી નાણા ન મળવાના કારણે આ વિકાસ કામોમાં વિલંબ થવાની સંભાવના છે. મોટા પ્રોજેક્ટ સાથે શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના વિકાસનો મોટો પડકાર છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગ્રાન્ટ મળી જાય તો શહેરની મહત્વના વિકાસ પ્રોજેક્ટો શરૂ થઈ શકશે

મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો સરકાર પાસે પેન્ડિંગ ગ્રાન્ટ મળશે તો શહેરના અનેક મહત્વના પ્રોજેક્ટો શરૂ થઈ જશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટના કામો અધવચ્ચે અધૂરા પડ્યા છે તે પણ પૂર્ણ કરી શકશે. મહાનગરપાલિકા સતત સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. પાલિકાએ પોતાના બજેટમાં આપત્તિ માટે 5 કરોડની જોગવાઈ પણ કરી છે.

આ પણ વાંચો :

Surat : ફેસબુકમાં મિત્રતા કેળવી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો, યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Surat: 11 વર્ષ જુના ગેંગરેપ અને લૂંટના કેસમાં ચૂકાદો, કોર્ટે આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article