Surat : આખા દેશમાં સુરત એરપોર્ટ એવું એરપોર્ટ બન્યું જેનો માનવ અંગોના પરિવહન માટે સૌથી વધારે ઉપયોગ થયો

|

Dec 20, 2021 | 12:38 PM

મળતી માહિતી મુજબ ઓર્ગન ડોનેશન સ્વરૂપે મળેલા હૃદય અને ફેફસાના પરિવહનનો જે રેકોર્ડ સુરત એરપોર્ટે કર્યો છે તેટલી સંખ્યાનો વિક્રમ ભારતના અન્ય કોઇ એરપોર્ટ પર નોંધાયો નથી.

Surat : આખા દેશમાં સુરત એરપોર્ટ એવું એરપોર્ટ બન્યું જેનો માનવ અંગોના પરિવહન માટે સૌથી વધારે ઉપયોગ થયો
Surat - File Photo

Follow us on

સુરત(Surat ) ડાયમંડ સીટી, ટેક્સ્ટાઇલ સિટીની સાથે સાથે ડોનર સીટી(Donor City ) તરીકે પણ નામના પામ્યું છે. એટલું જ નહીં આખા દેશમાં સુરત એરપોર્ટ (Surat International Airport )એકમાત્ર એરપોર્ટ એવું એરપોર્ટ બન્યું છે, જ્યાંથી સૌથી વધારે ઓર્ગનનું પરિવહન એરપોર્ટ મારફતે થયું છે.

સુરતમાંથી દાનમાંથી મળતા જુદા જુદા માનવ અંગો પૈકી 39 હૃદય અને ફેફસાની 13 જોડીઓને અમદાવાદ તથા મુંબઇની હોસ્પિટલોમાં સારવાર હેઠળ રહેતા જરૂરીયાતમંદ દર્દીઓ સુધી પહોચાડવા માટે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પરથી આ તમામ ચાર્ટર ફ્લાઇટ સમયસર અને ચોકસાઇપૂર્વક ટેકઓફ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી અને સફળતાપૂર્વક માનવ અંગે જરૂરીયાત મંદ દર્દીઓ સુધી પરિવહન મારફતે પહોંચાડી શકાયા છે.

મળતી માહિતી મુજબ ઓર્ગન ડોનેશન સ્વરૂપે મળેલા હૃદય અને ફેફસાના પરિવહનનો જે રેકોર્ડ સુરત એરપોર્ટે કર્યો છે તેટલી સંખ્યાનો વિક્રમ ભારતના અન્ય કોઇ એરપોર્ટ પર નોંધાયો નથી. એરપોર્ટ નાગરીક ઉડ્ડયન અને માલસામાનની હેરફેર, કાર્ગો માટે ઉપયોગી નિવડતા હોય છે પરંતુ, સુરત એરપોર્ટ દેશનું એવું એક માત્ર એરપોર્ટ બન્યું છે જેનો સૌથી વધુ માનવ અંગોના પરિવહન માટે ઉપયોગ થયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અત્યાર સુધીમાં સુરત એરપોર્ટ પરથી કુલ 39 હૃદય અને ફેફસાની 13 જોડી ને દેશના જુદા જુદા ભાગોમાં જરૂરીયાત મંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે ચાર્ટર ફ્લાઇટનું મેનેજમેન્ટ સુરત એરપોર્ટ પરથી હેન્ડલ કરવામાં આવ્યું છે. ડોનેટ લાઇફ સંસ્યા થકી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓર્ગન ડોનેશનની પ્રવૃતિ વેગવંતી બની છે. સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ, ભારતમાં સૌથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાંથી સમગ્ર દેશમાં સૌથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાંથી થાય છે.

સુરતમાંથી મળેલા માનવ અંગો ચાર્ટર ફ્લાઇટથી જરૂરીયાત મંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં સુરત એરપોર્ટ ખૂબ ઉપયોગી નિવડ્યું  છે. બ્રેઇન ડેડ થયા હોય તેવા દર્દીઓના શરીરના મહત્વના અંગો કિડની, લિવર, હદય, હાડકા વગેરે અંગેનું દાન મેળવવામાં ડોનેટ લાઇફ મહત્વની ભૂમિકા ભજવે છે. દાનમાં મળેલા જીવંત અંગોને જરૂરીયાત મંદ દર્દીઓ સુધી પહોંચાડવાની આખી સિસ્ટમ નક્કી થાય છે અને એ સિસ્ટમમાં સુરત એરપોર્ટની ભૂમિકા પણ કાબિલે તારીફ હોય છે.

એટલું જ નહીં ઓર્ગન ડોનેશનની સમગ્ર કામગીરી દરમ્યાન પોલીસ તંત્ર તરફથી પણ સારો સહકાર પ્રાપ્ત થતો હોય છે. હોસ્પિટલથી લઈને જરુરીયાતમંદ દર્દીઓ સુધી ઓર્ગન પહોંચે તે માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવતો હોય છે. એટલે કે રસ્તો ટ્રાફિક ફ્રી ક્લિયર રાખવામાં આવે છે.

 

આ પણ વાંચો : Surat : આ દિલ્હીનો નહીં, સુરતનો India Gate છે, સુરતીઓનો સેલ્ફી પોઇન્ટ

આ પણ વાંચો : Surat : ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન : સુરતમાં દાદા-દાદી પસંદગી મેળો યોજાયો

Next Article