SURAT : ચંદની પડવાના પર્વ માટે તૈયારીઓ શરૂ, સુમુલ ડેરીનો 100 ટન ઘારી વેચવાનો ટાર્ગેટ

|

Oct 20, 2021 | 8:10 PM

ગત વર્ષે સુમુલ ડેરીએ 560 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 80 ટન ઘારીનું વેચાણ કર્યું હતું.આ વર્ષે 40 રૂપિયાના વધારા સાથે 100 ટન ઘારી વેચવાનો ટાર્ગેટ છે.

બજાર ભાવ કરતા સસ્તામાં સારી ઘારી પૂરી પાડવાનો સુમલુ દ્વારા દાવો કરવામાં આવે છે અને એટલે જ લોકો આ ઘારી ખરીદવામાં તત્પર દેખાય રહ્યા છે.

SURAT : આગામી ચંદની પડવાવના પર્વને ધ્યાનમાં રાખી સુમુલ ડેરી તૈયાર છે. ચંદની પડવાના દિવસે ઘારી ડિમાન્ડ ખુબજ હોય છે અને આ ડિમાન્ડને પહોંચી વળવા સુમુલ ડેરીએ 100 ટન ઘારી બનાવવાના ટાર્ગેટ સાથે તૈયારીઓ કરી છે.ગત વર્ષે સુમુલ ડેરીએ 560 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 80 ટન ઘારીનું વેચાણ કર્યું હતું.આ વર્ષે 40 રૂપિયાના વધારા સાથે 100 ટન ઘારી વેચવાનો ટાર્ગેટ છે.

આ સાથે જ સુરત અને વ્યારામાં લોકોને ઘારી મળી રહે તે માટે ઓનલાઈન સેવાનો પણ આરંભ કરવામાં આવશે. બજાર ભાવ કરતા સસ્તામાં સારી ઘારી પૂરી પાડવાનો સુમલુ દ્વારા દાવો કરવામાં આવે છે અને એટલે જ લોકો આ ઘારી ખરીદવામાં તત્પર દેખાય રહ્યા છે.

ચંદની પડવાના દિવસે સુરતમાં ઘારીની ખુબજ ડિમાન્ડ હોય છે, અને એટલે જ મિઠાઈ વિક્રેતાઓ ઘારીમાં પણ અનેક વેરાયટી અને ફેલેવર લઈને આવ્યા છે. સુરત શહેરમાં એક બે નહીં પરંતુ 11થી વધુ વેરાયટીઓ વાળી ઘારીઓ બજારમાં વેચાવા લાગી છે.

ગોલ્ડન ઘારીથી લઈ બચ્ચપન કા પ્યાર વાળી ઘારીઓ પણ બનાવવામાં આવી છે. આ અલગ વેરાયટીઓની ઘારીની ખુબજ માંગ જોવા મળી રહી છે. આ અલગ પ્રકારની ઘારીનો સ્વાદ માણવા ગ્રાહકો તલપાપડ થઈ રહ્યા છે.ઘારીની કિંમત પર નજર કરવામાં આવે તો 700થી લઈ 9 હજાર રૂપિયા પ્રતિ કિલો ઘારી બજારમાં વેચાઈ રહી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રની મગફળીની તમિલનાડુમાં બોલબાલા, 100થી વધુ તમિલ વેપારીઓએ સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં આતંકી હુમલાની દહેશત, પોલીસ કમિશ્નરે તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા

Published On - 8:04 pm, Wed, 20 October 21

Next Video