સૌરાષ્ટ્રની મગફળીની તમિલનાડુમાં બોલબાલા, 100થી વધુ તમિલ વેપારીઓએ સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા

ગત વર્ષે અંદાજે 2 લાખ મણ જેટલી મગફળીની ખરીદી માત્ર જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં 150 જેટલા ટ્રકના ફેરા મારફતે તમિલનાડુ પહોચી હતી.

સૌરાષ્ટ્રની મગફળીની તમિલનાડુમાં બોલબાલા,  100થી વધુ તમિલ વેપારીઓએ સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા
Peanuts from Saurashtra are in demand in TamilNadu, More than 100 Tamil traders came to various APMCs in Saurashtra
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:44 PM

તમિલનાડુના વેપારી વીરા રાઘવને સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરી છે કે મગફળીમાં G-9 પ્રકારની મગફળીનું  વાવેતર કરે, જેની માંગ રહેતા પુરતા ભાવ મળે છે.

JAMNAGAR : સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળીની આવક શરૂ થતાની સાથે તમિલનાડુ (TamilNadu) ના વેપારીઓ સૌરાષ્ટ્ર દોડી આવ્યાં છે. તમિલનાડુથી હાલ માત્ર 100 જેટલા વેપારીઓ સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં આવ્યા છે. આગામી એક થી બે સપ્તાહમાં વધુ વેપારીઓ તમિલનાડુથી સૌરાષ્ટ્ર ખાસ મગફળીની ખરીદી માટે આવશે. તમિલનાડુમાં મગફળીના વાવેતર માટે બીયારણ માટે સૌરાષ્ટ્રની મગફળીની વધુ માંગ હોવાથી વ્યાપક પ્રમાણમાં ખરીદી કરવા તમિલનાડુના વેપારીઓ સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં આવી પહોચ્યા છે.

સૌરાષ્ટ્રની મગફળીની ખરીદી માટે અંદાજે 2 દાયકાથી વધુ સમયથી સૌરાષ્ટ્રમાં તમિલનાડુના વેપારીઓ આવે છે. સૌરાષ્ટ્રભરમાં કુલ 100 જેટલા વેપારીઓ તમિલાનાડુથી આવ્યા છે. જેમાં 40 ભુજ, 40 જામનગર, 10 ભાવનગર, 5 રાજકોટ, 5 કાલાવડ યાર્ડમાં આવ્યા છે. જે અંદાજે ત્રણ માસ જેટલા સમય માટે સૌરાષ્ટ્રમાં રહીને મગફળીની મોટા પાયે ખરીદી કરશે. ગત વર્ષે અંદાજે 2 લાખ મણ જેટલી મગફળીની ખરીદી માત્ર જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં 150 જેટલા ટ્રકના ફેરા મારફતે તમિલનાડુ પહોચી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તમિલનાડુના વેપારીઓ ભુજમાંથી G-7 પ્રકારની મગફળીની ખરીદી વધુ કરતા હોય છે. જયારે જામનગરના હાપા માક્રેટીંગ યાર્ડમાંથી G-9 પ્રકારની મગફળીની વધુ પ્રમાણમાં ખરીદી કરે છે. G-9 પ્રકારની મગફળીની માંગ વધુ હોવાથી તેનો ભાવ પણ ખેડુતોને સારા મળતા હોય છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ હાપા માક્રેટીંગ યાર્ડમાં ખેડુતોને આજે મળ્યો છે. જેમાં એક મણ મગફળીના ભાવ 1505 આપવામાં આવ્યો.

જામનગરના ધ્રોલ તાલુકા ખીજડીયા ગામના ખેડુત હકાભાઈ આહિરની G-9 મગફળીના સારા ભાવ આવતા તેણે પોતાની દિવાળી સુધરી હોવાનું જણાવ્યુ પરંતુ અન્ય મગફળીના ભાવ પૂરતા ન મળતા હોવાથી અનેક ખેડૂતો નિરાશ થયા હોવાનુ જણાવ્યુ. વર્ષોથી મગફળીની ખરીદી માટે સૌરાષ્ટ્રમાં આવતા તમિલનાડુના વેપારી વીરા રાઘવને સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરી છે કે મગફળીમાં G-9 પ્રકારની મગફળીનું વાવેતર કરે, જેની માંગ રહેતા પુરતા ભાવ મળે છે. ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીની આવક ઓછી થઈ હોવાનુ તમિલનાડુના વેપારીઓએ જણાવ્યુ.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળીના ભાવ 900થી 1500 સુધી એક મણના ખેડુતોનો મળી રહ્યા છે. જો કે 1500 ની આસપાસનો ભાવ G-9 પ્રકારની મગફળીના ખેડુતોને મળે છે. જે ખેડુતોની સંખ્યા ઓછી છે.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં આતંકી હુમલાની દહેશત, પોલીસ કમિશ્નરે તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા

આ પણ વાંચો : Surat : સુરતના મ્યુનિસિપલ કમિશનર “દુબઇ” તો ફાયર ઓફિસર “જર્મની” જશે, શાસકો રહેશે ઈન્ડિયામાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">