Surat : પત્ની અને સાસરિયાના ત્રાસથી યુવકનો આપઘાત, માંસ ખાવા કરતા હતા મજબૂર

સુરતના(Surat) ઉધનામાં બે મહિના પહેલા યુવકે પહેલા સ્યુસાઇડ નોટ લખી અને તે ફેસબુક(Facebook)ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના(Suiside)કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

Surat : પત્ની અને સાસરિયાના ત્રાસથી યુવકનો આપઘાત, માંસ ખાવા કરતા હતા મજબૂર
Surat Udhna Police Station
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 28, 2022 | 7:37 PM

સુરતના(Surat) ઉધનામાં બે મહિના પહેલા યુવકે પહેલા સ્યુસાઇડ નોટ લખી અને તે ફેસબુક(Facebook)ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના(Suiside)કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકને તેની વિધર્મી પ્રેમીકા અને તેનો ભાઇ બળજબરીથી માસ ખવડાવીને ધમકી આપતા હોવાથી યુવકે આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે વિધર્મી પ્રેમીકા અને તેના ભાઇની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ સુરત શહેરના ઉધના પટેલનગરમાં રહેતા અને બીઆરસી ખાતે ડાંઈગ મીલમાં નોકરી કરતા રોહિત અજીતપ્રતાપ સીંગ એ ગત તા 27 જુનના રોજ બપોરના અઢી વાગ્યે ઘરેમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રોહિતને ઉધના વિસ્તારમાં રહેતી સોનમ અલી નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તે લગ્ન કરવા ઇચ્છતો હતો.

પરંતુ સોનમ મુસ્લિમ હોવાથી પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના પાડી હતી અને જો રોહિત સોનમની સાથે લગ્ન કરે તો પરિવાર સાથે સંબંધ તોડી નાંખવા ઠપકો આપ્યો હતો. આખરે રોહિતે સોનમની સાથે પ્રેમલગ્ન કરીને ઉધના પટેલ નગરમાં ભાડેથી રહેતો હતો.

રોહિતની માતા વિનાદેવીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી

રોહિત છેલ્લા એક વર્ષથી પોતાના પરિવારના સંપર્કમાં ન હતો. દરમિયાન રોહિતના મુળ વતનમાં તેના સંબંધીએ રોહિતની માતાને ફોન કરીને જાણ કરી હતી કે, રોહિતે બે મહિના પહેલા ફેસબુક ઉપર સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે, સોનમ અલી અને તેના ભાઇ અખ્તર અલીએ રોહિતને બળજબરીથી માસ ખવડાવીને ધમકી આપી હતી. તેઓના ત્રાસને કારણે રોહિતે આત્મહત્યા કરી હતી અને તેની સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરી હતી. આ માહિતીના આધારે રોહિતની માતા વિનાદેવીએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી. જે અંગે પોલીસે સોનમ અને તેના ભાઇ અખ્તરની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોનમ અને તેના ભાઇએ ભેગા થઇને રોહિત ત્રાસ આપતા

સોનમનો પહેલાથી જ જાકીર અલી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.રોહિતે જ્યારે સોનમ વિશે પરિવારને વાત કરીને લગ્ન કરવા કહ્યું હતું. થોડા સમય બાદ આ સોનમનો જાકીર અલી નામના યુવક સાથે લગ્ન થયા હોવાનું પણ બહાર આવતા પરિવારે રોહિતને સમજાવ્યો હતો અને લગ્ન નહી કરવા કહ્યું હતું. પરંતુ રોહિત સોનમના પ્રેમમાં પાગલ થયો હતો અને તેની સાથે લગ્ન કરવાની જીદ પકડીને પોતાના પરિવારને પણ તરછોડી દીધું હતું. પરંતુ બાદમાં સોનમ અને તેના ભાઇએ ભેગા થઇને રોહિતને એટલો ત્રાસ આપ્યો કે, આખરે રોહિતે ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

 

Published On - 7:01 pm, Sun, 28 August 22