Surat : આત્મહત્યાનું આવું વિચિત્ર કારણ? પતિ નાસ્તો કર્યા વગર ઘરેથી કામ ઉપર નીકળી જતાં પત્નીએ ફાંસો ખાઈ લીધો!

Surat : સુરતમાં આત્મહત્યનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જીવન ટૂંકાવવા પાછળના કારણે પોલીસને પણ વિચારતી કરી દીધી છે. અત્યંત નજીવી બાબતે મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં સામે આવી છે. સુરતના લિંબાયતમાં પતિ ઘરેથી નાસ્તો કર્યા વગર કામ ઉપર નીકળી જતાં માઠું લગતા પત્નીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું. સૂત્રો અનુસાર આત્મહત્યાના અન્ય બનાવોમાં હકીકત સામે આવી રહી છે કે મૃતક મહિલા છ વર્ષથી ડિપ્રેશનનો શિકાર હતી. અત્યંત સામાન્ય પરિવારમાં 28 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા કલ્પાંતના દ્રશ્ય જોવા મળ્યા હતા.

Surat : આત્મહત્યાનું આવું વિચિત્ર કારણ? પતિ નાસ્તો કર્યા વગર ઘરેથી કામ ઉપર નીકળી જતાં પત્નીએ ફાંસો ખાઈ લીધો!
| Edited By: | Updated on: Oct 15, 2023 | 9:09 AM

Surat : સુરતમાં આત્મહત્યા(Suicide)નો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જીવન ટૂંકાવવાના આ કારણથી સુરત પોલીસ(Surat Police)ને પણ વિચારતી કરી દીધી છે.સુરતમાં આ ઘટના સહીત મહિલોઓ દ્વારા જીવ ટૂંકાવી નાખવાની કુલ ત્રણ ઘટનાઓ પોલીસ સમક્ષ આવી છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે.

પતિ નાસ્તો ન કરતા આત્મહત્યા કરી નાંખી

અત્યંત નજીવી બાબતે મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં સામે આવી છે. સુરતના લિંબાયતમાં પતિ ઘરેથી નાસ્તો કર્યા વગર કામ ઉપર નીકળી જતાં માઠું લગતા પત્નીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું.

સૂત્રો અનુસાર આત્મહત્યાના બનાવોમાં અન્ય હકીકતો પણ તપાસમાં આવી રહી છે કે મૃતક મહિલા ડિપ્રેશન(Depression)નો શિકાર હતી. અત્યંત સામાન્ય પરિવારમાં 28 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા કલ્પાંતના દ્રશ્ય જોવા મળ્યા હતા. સુરતમાં આત્મહત્યાના કુલ  3 બનાવ પોલીસ સામે આવ્યા છે. પોલીસે ઘટના પાછળના અપાયેલા કારણની ખરાઈ સહીતના પાસાઓની તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાના વધતા બનાવી ચિંતાનો વિષય બની રહ્યા છે

મેટ્રો રેલ પ્રોજેક્ટના ડ્રાઇવર સાથે મૃતયુક યુવતીના લગ્ન થયા હતા. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા વ્યક્તિની પત્નીએ લગ્ન જીવનના માત્ર બે વર્ષના ટૂંકા સમયગાળામાં ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઘરકંકાસમાં પરિણીતાએ આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા પણ નકારવામાં આવી રહી નથી.

મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુર્યદર્શન રો હાઉસ સોસાયટી ખાતે રહેતા શ્રેયશ પટેલ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. શ્રેયશ પટેલ સાથે  ઓલપાડની રહેવાસી 28 વર્ષીય યુવતીના લગ્ન થયા હતા. 2 વર્ષના લગ્નજીવન બાદ પરિવારમાંથી માઠાં સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો : Surat: તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

પોલીસે તપાસ શરૂ કરી

ગઈકાલે વિદ્યા પોતાના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી. પરિવારને ઘટનાની જાણ થતા મહિલાને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ  ખસેડવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તબીબે વિદ્યાને મૃત ઘોષિત કરી હતી. ઘરકંકાસમાં વિદ્યાએ આપઘાતનું પગલું ભર્યું હોવાની પણ આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

ત્રીજા બનાવમાં ગોડાદરા સુમન સંકલ્પ આવાસ ખાતે રહેતા જગદીશ મોદી સરદાર માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે. તેમની 35 વર્ષીય પત્ની ઝંખનાબેને શનિવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઝંખનાબેન છ વર્ષથી ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:06 am, Sun, 15 October 23