Surat : પ્રદુષણ નિયંત્રણ કરવામાં સફળ સુરત મનપા હવે કાર્બન ક્રેડિટ વેચીને સવા કરોડ કમાઈ શકશે

|

Apr 26, 2022 | 9:53 AM

ગુજરાતની સુરત (Surat ) મનપા, આ પ્રકારની કાર્બન ક્રેડિટ લેનારી પ્રથમ મનપા બની શકે તેમ છે. દેશમાં ઇન્દોર દ્વારા આ પ્રકારે કાર્બન ક્રેડિટ લેવાની શરુઆત કરવામાં આવી છે. જો સુરતને કાર્બન ક્રેડિટનો ભવિષ્યમાં લાભ મળે તો તે દેશની દ્વિતિય અને રાજ્યની પ્રથમ મનપા બની રહેશે.

Surat : પ્રદુષણ નિયંત્રણ કરવામાં સફળ સુરત મનપા હવે કાર્બન ક્રેડિટ વેચીને સવા કરોડ કમાઈ શકશે
Surat Municipal Corporation (File Image )

Follow us on

વર્ષ 2010 થી સુરત મનપા (SMC) દ્વારા વિન્ડ પાવર જનરેશન, સોલાર (Solar ) એનર્જી, એલઇડી (LED) સ્ટ્રીટલાઇટના તબક્કાવાર ઉપયોગની શરૂઆત કરી રીન્યૂએબલ એનર્જી માટેના પગલાંઓ ભરવાનું શરુ કર્યુ હતું. રીન્યૂએબલ એનર્જીના વિવિધ સ્ત્રોત થકી ઉત્પન્ન થતી વીજળી બચતને પગલે મનપાને વાર્ષિક વીજળી બિલમાં 30 ટકાથી વધુની બચત થઇ રહી છે. હવે એ રીન્યૂએબલ એનર્જી થકી થનાર પર્યાવરણની જાળવણી અર્થે છેલ્લાં 10-12 વર્ષમાં મનપા દ્વારા લેવાયેલ પગલાઓને કારણે જમા થયેલ કાર્બન ક્રેડિટ થકી આવક ઊભી કરવાનું આયોજન કરાયું છે. આ માટે મનપા દ્વારા COP-26’ હેઠળ અત્યાર સુધી જમા થયેલ કાર્બન ક્રેડિટ થકી આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી વાર્ષિક ગ્રાન્ટ મેળવવાની તજવીજ શરુ કરી છે અને કન્સલટન્ટની નિમણૂક કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, રીન્યૂએબલ એનર્જીના વિવિધ 14 પ્રોજેક્ટો થકી જનરેટ કરાયેલ ગ્રીન એનર્જીના કારણે પર્યાવરણની જાળવણી થઇ છે. એટલે કે કાર્બન એમિસન રીડક્શન (સીઇઆર) પર્યાવરણમાં ઓછું ફેલાયું છે. 2010થી અત્યાર સુધી રીન્યૂએબલ એનર્જી થકી જનરેટ થયેલ ગ્રીન એનર્જી તથા સીઇઆરની બચતને કારણે મનપાને ચારથી પાંચ કરોડ રૂપિયા મળી શકે તેમ છે. આ માટે કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે અને કન્સલટન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય એજન્સી સમક્ષ તમામ પ્રોજેક્ટો, રીન્યૂએબલ એનર્જી પ્રોડક્શન, સીઇઆર, વીઇઆર વગેરે અંગેના રેકોર્ડ સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે અને આ પ્રેઝન્ટેશન માન્ય થાય તો મનપાને હાલ જમા સીઆઇઆર પેટે ચારથી પાંચ કરોડ રૂપિયાની આવક ગ્રાન્ટ રૂપે થઇ શકે છે.

મનપાના સૂત્રો મુજબ, હાલ જનરેટ કાર્બન ક્રેડિટ પેટે ચારથી પાંચ કરોડની રકમ ઉપરાંત મનપા દ્વારા અમલી બનાવાયેલ તથા આયોજન હેઠળના રીન્યૂએબલ એનર્જીના સ્ત્રોત થકી દરવર્ષે 90 લાખથી 1 કરોડ સુધીની રકમ કાર્બન ક્રેડિટ પેટે મનપાને મળી શકે તેમ છે. 10 વર્ષ સુધી મનપાને આ યોજનાને લાભ મળી શકે તેવી સંભાવના છે. એટલું જ નહીં, કાર્બન ક્રેડિટની રકમ ભવિષ્યમાં મનપાની તિજોરીમાં જમા થાય તેમાંથી જ કન્સલટન્ટને નિર્ધારિત ફી ની ચૂકવણી કરવાની રહેશે. ગુજરાતની સુરત આ પ્રકારની કાર્બન ક્રેડિટ લેનારી પ્રથમ મનપા બની શકે તેમ છે. દેશમાં ઇન્દોર દ્વારા આ કાર્બન ક્રેડિટ લેવાની શરુઆત કરવામાં આવી છે. જો સુરતને કાર્બન ક્રેડિટનો ભવિષ્યમાં લાભ મળે તો તે દેશની દ્વિતિય અને રાજ્યની પ્રથમ મનપા બની રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો :

Surat : સગરામપુરામાં અશાંતધારાની પરવાનગી વિના દોઢ વર્ષથી ધમધમતી હોસ્પિટલ વિરૂદ્ધ સ્થાનિકોમાં આક્રોશ

ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક પટેલની સોનગઢમાં સભા, પેપરલીક મુદ્દે કાયદો બનાવવાનો સમય પાકી ગયો છેઃ હાર્દિક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article