
ધો.10-12ના બોર્ડની (Board ) પરીક્ષા 28 માર્ચથી શરુ થઈ રહી છે . જેને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક નિયમાવલિ(Rules ) જાહેર કરવામાં આવી છે . જેમાં પરીક્ષાર્થીઓએ બુટ , મોજા , ચપ્પલ વર્ગ ખંડની બહાર કાઢવાના રહેશે . પરીક્ષાર્થીઓનું પ્રથમ દિવસે ગોળ – ધાણા , પુષ્પ વડે સ્વાગત કરવામાં આવશે .
ધો .10 અને 12 બોર્ડની પરીક્ષા સુચારું ઢબે પાર પડે તે માટે બોર્ડ દ્વારા કેટલાક નિયમો બનાવાયા છે . જેમાં પરીક્ષા સ્થળની આજુબાજુ કલમ 144 લાગુ કરાશે , પરીક્ષાના સમય દરમિયાન ઝેરોક્ષની દુકાનો બંધ રખાશે , સીસીટીવી કેમેરાની સગવડ પણ મુકવામાં આવી છે . પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓને ઓળખપત્ર અપાશે ઉપરાંત તેઓનો તાલીમબદ્ધ કરવામાં આવશે , માસ કોપી કે ગંભીર ગેરરીતિ કરવામાં મદદ કરનાર શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
પરીક્ષાર્થીઓનું પ્રથમ દિવસે ગોળ – ધાણા અને પુષ્પ વડે સ્વાગત કરાશે , પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળે પ્રવેશ મળશે ત્યાર બાદના દિવસોમાં 20 મિનિટ અગાઉ પ્રવેશ અપાશે , વિદ્યાર્થીઓ માટે ધાણા , પુષ્પ વડે સ્વાગત થશે આ સાથે જ પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા જરૂર લાગે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાઉન્સિલિંગ પણ ગોઠવવામાં આવશે. શાળા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે .
વિદ્યાર્થીઓ પાણીની વાલી – વિધાર્થીઓનું કાઉન્સિલિંગ પારદર્શક બોટલ સાથે રાખી શકશે . બૂટ , ચંપલ , મોજા બ્લોક બહાર રાખવામાં આવશે , પ્રચાર પ્રસાર દ્વારા વાલીઓનું કાઉન્સિલિંગ કરાશે , 27 માર્ચે વિદ્યાર્થી તેમજ વાલીઓ પોતાના બ્લોકની બેઠક વ્યવસ્થા જોવા માટે સવારે 10 થી સાંજે 4.30 કલાક દરમિયાન જોઈ શકશે .
આમ, કોરોનાના બે વર્ષ બાદ આ પરીક્ષા ઓફલાઈન થવામાં આવનાર છે. ત્યારે સુચારુ રૂપથી આ પરીક્ષા પાર પડે અને વિદ્યાર્થીઓને કોઈપણ બીજા પ્રકારની તકલીફ ન પડે તે માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે. પ્રચાર પ્રસાર દરમ્યાન વાલીઓ અને વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. અનેક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.જેનું વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમ્યાન પાલન કરવાનું રહેશે.
આ પણ વાંચો :