Surat : સટ્ટાકાંડ કેસમાં પોલીસના ઇકોસેલ દ્વારા મેગા ઓપરેશન, પાટણ સુધી તાર જોડાયા

|

Oct 07, 2022 | 7:10 PM

સુરત(Surat)  શહેરમાં ડીંડોલીના મોલમાંથી ઝડપાયેલા કરોડના સટ્ટાકાંડ(Sattakand)  કૌભાંડનો રેલો રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં વિસ્તર્યો કારણ કે ઇકો સેલ ની તપાસની અંદર એક પછી એક તાર બહાર આવી રહ્યા છે તેની અંદર સુરતનો તાર સીધો ઉત્તર ગુજરાતના પાટણ(Patan)  અને રાધનપુર એટલે કે બજારનું હબ ગણાતું તે વિસ્તારની અંદર જોવા મળ્યું છે. 

Surat : સટ્ટાકાંડ કેસમાં પોલીસના ઇકોસેલ દ્વારા મેગા ઓપરેશન, પાટણ સુધી તાર જોડાયા
Surat Ecocell Arrest Satta Accused

Follow us on

સુરત(Surat)  શહેરમાં ડીંડોલીના મોલમાંથી ઝડપાયેલા કરોડના –(Sattakand)  કૌભાંડનો રેલો રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં વિસ્તર્યો કારણ કે ઇકો સેલ ની તપાસની અંદર એક પછી એક તાર બહાર આવી રહ્યા છે તેની અંદર સુરતનો તાર સીધો ઉત્તર ગુજરાતના પાટણ(Patan)  અને રાધનપુર એટલે કે બજારનું હબ ગણાતું તે વિસ્તારની અંદર જોવા મળ્યું છે.  સુરતના ડિંડોલી વિસ્તારમાંથી બેંકમાં ડમી ખાતું ખોલાવીને તેને આધારે ક્રિકેટમેચ ના સટ્ટોના રૂ.2000  કરોડના આર્થીક વ્યવહારો કરવાના રેકેટના પ્રકરણમાં ઇકો સેલની ટીમે પાટણ જીલ્લાના રાધનપુર ગામ ખાતેથી વધુ ચાર જણાની ધરપકડ કરી હતી. આ ચારેય જણા પણ હુઝેફા મકાસરવાળાના સંપર્કમાં રહીને રાધનપુરમાં આજ રીતે ડમી ખાતામાં વ્યવહારો કર્યા હતા.અને બધાને મહીને રૂ.15  હજાર મળતા હતા,અને મેચમાં કોઈ પણ ફેરફારથાય નો તરતજ હુઝેફાને જાણ કરતા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં  રૂપિયા 2022  કરોડના આર્થીક વ્યવહારો થયા હોવાનું જણાયું છે.

પોલીસની તપાસમાં તે દિવસે 1200  કરોડનું રેકેટ હોવાનું જણાયું

સુરત ક્રાઈમ બ્રાંચની સંલગ્ન ઇકો સેલની ટીમે ના એસીપી વી કે પરમાર હેઠળ તાપસ કરવામાં આવી રહી છે ત્યાં પાંચ દિવસ અગાઉ ડીંડોલી ખાતે આવેલા રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં રેડ કરી હતી અને પોલીસને ત્યાંથી ક્રિકેટ મેચ પર આંતરરાજ્ય કક્ષાનું રેકેટ ચલાવતી ટોળકી મળી આવી હતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં માટે બધાજ ખોટા બનાવ્યા હતા.પાનકાર્ડ,આધાર કાર્ડ કે પછી ભાડા કરાર હોય બધું જ બોગસ બનાવી દીધું હતું અને તેને આધારે બેંકમાં ડમી ખાતા ખોલાવીને કરોડો રૂપિયાના આર્થીક વ્યવહારો કરાયા હતા.તે સમયે પોલીસે હરિશ ઉર્ફે કમલેશ જરીવાલા,અને ઋષિકેશ શિંદેની ધરપકડ કરી હતી અને બાદમાં માસ્ટર માઈન્ડ હુઝેફા મકાસરવાળાની પણ પોલીસે ધરપકડ કરી હતી.

પાટણ જીલ્લાના રાધનપુર ખાતેથી ચાર વ્યક્તિની ધરપકડ

હુઝેફાના ફોનમાંથી પોલીસે ઘણી હકીકતો શોધી કાઢી હતી,યુક્રેનથી હકીકતો કિશનનામનો વ્યક્તિ પણ હુઝેફા સાથે સંપર્કમાં રહીને આ રેકેટ ચલાવતો હતો.પોલીસની તપાસમાં તે દિવસે 1200  કરોડનું રેકેટ હોવાનું જણાયું હતું.જોકે આજે આ કેસમાં ઇકો સેલની ટીમે પાટણ જીલ્લાના રાધનપુર ખાતેથી બીજા ચાર જણા પાર્થ હર્ષદ જયંતીલાલ ભટ્ટ ,કનુ લવિંગજી ભુતાજી ,અને દરજી નરેશ રતિલાલ ,તેમજ ભીખા અમૃત વ્યાસની ધરપકડ કરી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ ચારેય જણા યુક્રેનથી કિશન અને હરેશ ચૌધરી સાથે સંપર્કમાં રહીને ડમી ખાતા મારફતે તેમેને જે સુચના આપવામાં આવે તે મુજબ નાણાકીય વ્યવહારો કરતા હતા.જેમાં પાર્થ ભટ્ટ પણ કિશન અને હરેશ ચૌધરી સાથે સંપર્કમાં રહેતો હતો અને ચાલુ મેચમાં જે ભાવ આવે તેમાં કોઈ ફેરફાર થાય તો તે બાબતનું કિશન અને હરેશ ચૌધરીને જાણ કરતો હતો.પાર્થને મહીને રૂ.૫૦ હજાર પગાર મળતો હતો.અને બાકીના ત્રણને મહીને રૂ.૧પ હજાર પગાર આપવામાં આવતો હતો.

Published On - 7:07 pm, Fri, 7 October 22

Next Article