SURAT : વરાછા, લાલ દરવાજા, રામપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

|

Aug 03, 2021 | 2:33 PM

વરાછા વિસ્તારમાં ગંદા પાણીની બૂમ વચ્ચે મનપાની આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત મનપાની ટીમે લાલ દરવાજા અને રામપરા વિસ્તારની શેરીઓમાં ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કર્યું હતું.

SURAT : સુરત મહાનગરપાલિકાના વરાછા, લાલ દરવાજા, રામપરા સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. એક અઠવાડિયાથી પ્રદૂષિત લાલ પાણી આવતા શેરી-શેરીએ આઠથી દસ ઝાડા-ઉલટીના કેસ સામે આવી રહ્યાં છે. કેટલાક નાના બાળકો અને વૃદ્ધોની તબિયત લથડતા હોસ્પિટલમાં પણ સારવાર ચાલી રહી છે. સ્થાનિકોએ પીવાના પાણીની લાઈનમાં ગટરની લાઈન ભળી હોવાની શંકા છે.જેના પગલે મનપાની હાઈડ્રોલિક વિભાગની ટીમે પાઈપ લાઈનમા ભંગાણ શોધવાની કવાયત હાથ ધરી છે.

વરાછા વિસ્તારમાં ગંદા પાણીની બૂમ વચ્ચે મનપાની આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત મનપાની ટીમે લાલ દરવાજા અને રામપરા વિસ્તારની શેરીઓમાં ક્લોરિનની ટીકડીઓનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત એક ધન્વંતરી રથ પણ પહોંચ્યો હતો, જેના મારફતે સ્થાનિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી.

આ પણ વાંચો : VADODRA : શહેરના ત્રણ વોર્ડમાં પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી ભળ્યું, દુષિત પાણીથી અનેક લોકોની તબિયત બગડી

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો

Next Video