હાલમાં જ રીલીઝ થયેલી સાઉથ ઈન્ડિયાની ફિલ્મ પુષ્પા સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. આ મૂવી લાલ ચંદન (Red sandalwood)ના લાકડાની ચોરીની ઘટના પર આધારિત છે. સુરત (Surat)માં પણ ફિલ્મ પુષ્પાના અલ્લુ અર્જુનની જેમ લાલ ચંદનની લાકડાની ચોરી (Theft) કરતી ટોળકી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.
સુરતના મધ્યભાગમાં આવેલા ગાંધી બાગમાં પણ ચંદનના કેટલાંક વૃક્ષો આવેલા છે. જો કે તે રક્તચંદન નથી. આ બાગમાંથી ચંદનના લાકડા ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે છતાં પણ ગાર્ડન વિભાગ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ બાગમાંથી ચંદનના લાકડા ચોરાઈ જવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ચંદનના લાકડાની ચોરી થવાની અનેક ઘટના બની ચૂકી છે. જો કે હજુ સુધી આ લાકડા કોણ ચોરી જાય છે તે અંગે કંઇજ બહાર આવ્યુ નથી.
હાલમાં સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના બની છે, પરંતુ હજી સુધી સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ પહેલા પણ બે વખત ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષોના લાકડાની ચોરી થઈ ચૂકી છે. જો કે તે ચોરીની ઘટનાઓની પણ કોઈ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. વારંવાર ચંદનના લાકડાની ચોરીની ઘટનાઓ છતાં હજી સુધી ચોર પકડમાં આવતા નથી.
આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે સુરત મહાનગર પાલિકાના (SMC) અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી. કોઈપણ વૃક્ષ કપાઈ તો તેની ફરિયાદ કરવાની પાલિકાના અધિકારીઓની જવાબદારી આવે છે, તેમ છતાં આ ઘટનામાં હજી સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જો કે, આ બનાવની પોલીસને ફક્ત જાણ કરવામાં આવતા પોલીસ ગુપ્ત રાહે શકમંદોની પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષ ચોરાવાની બે ઘટના બની ચૂકી છે અને તેની જાણ પણ પોલીસને કરવામાં આવી હતી. જો કે, આ ગુનાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી અને કોઇ ચોર પણ પકડાયાં નથી.
આ પણ વાંચો- Narmada: બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ, કેસની તપાસ માટે SITની રચના કરાઇ
આ પણ વાંચો- Ahmedabad: નરોડામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરાઇ
Published On - 12:04 pm, Sun, 30 January 22