સુરતના ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતી 5 હજાર વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી સેનિટરી પેડની વ્યવસ્થા કરી આપવા કરી રજૂઆત

|

Mar 06, 2019 | 11:59 AM

મહિલાઓને પિરિયડ દરમિયાન પેડ નહીં વાપરવાથી આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સુરતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળાઓની વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને પેડની વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે. થોડા સમય પહેલા અક્ષયકુમારની ફિલ્મ પેડમેને ખૂબ ચર્ચા જગાવી હતી. મહિલાઓને પિરિયડ દરમ્યાન પેડ નહિ વાપરવાથી થતી આરોગ્યલક્ષી સમસ્યાઓ આ ફિલ્મમાં દર્શાવીને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં […]

સુરતના ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતી 5 હજાર વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી સેનિટરી પેડની વ્યવસ્થા કરી આપવા કરી રજૂઆત

Follow us on

મહિલાઓને પિરિયડ દરમિયાન પેડ નહીં વાપરવાથી આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સુરતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળાઓની વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને પેડની વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે.

થોડા સમય પહેલા અક્ષયકુમારની ફિલ્મ પેડમેને ખૂબ ચર્ચા જગાવી હતી. મહિલાઓને પિરિયડ દરમ્યાન પેડ નહિ વાપરવાથી થતી આરોગ્યલક્ષી સમસ્યાઓ આ ફિલ્મમાં દર્શાવીને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હજી પણ ગામડાની મોટા ભાગની દીકરીઓ અને મહિલાઓને પેડ વિશે યોગ્ય જાણકારી પણ નથી, તેમજ જો તેઓ પેડનો ઉપયોગ કરવા માંગતી પણ હોય તો પણ તેમની પાસે રૂપિયા નહિ હોવાના કારણે તેઓ કપડાંનો જ ઉપયોગ કરે છે. શહેરી વિસ્તાર કરતાં ગામડાઓમાં આ સમસ્યા ખૂબ જ વધુ છે જેની તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. 

સુરતના ગ્રામીણ વિસ્તારોની આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે વિદ્યાર્થીનીઓને પેડની વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે સરકાર એકતરફ મહિલાઓ માટે સારી યોજનાઓ બહાર પાડી રહી છે પણ મહિલાઓને પિરિયડ દરમ્યાન પેડની જરૂરિયાત કેટલી હોય છે તે અંગે હજી સુધી વિચાર કરવામાં આવ્યો નથી. શહેરની શાળાઓમાં તો વિદ્યાર્થીનીઓ સારી રીતે આ પેડ ખરીદી શકે છે પણ આર્થિક રીતે પછાત હોવાના કારણે ગામડાની દીકરીઓ પેડનો ઉપયોગ કરવા માંગતી હોવા છતાં પણ તેઓ વાપરી શકતી નથી.

TV9 Gujarati

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

 

જેથી ગ્રામીણ વિસ્તારની અંદાજે 5 હજારથી પણ વધુ દીકરીઓએ એક સ્થાનિક NGO શક્તિ ફાઉન્ડેશનના નેતૃત્વમાં મુખ્યમંત્રીને પત્ર લખીને પેડની વ્યવસ્થા નિયમિત પૂરું પાડવા માંગણી કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:59 am, Wed, 6 March 19

Next Article