SURAT : રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022’ માટે પસંદગી, PM અન્વી-માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરશે

|

Jan 22, 2022 | 7:14 PM

નોંધનીય છે કે, 13 વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ તા.3 ડિસે.2021 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા 'ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી'માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. 

SURAT : રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયાની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022 માટે પસંદગી, PM અન્વી-માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરશે
SURAT: Rubber Girl Anvi Zanzarukia Selected for National Children's Award-2022

Follow us on

SURAT :  શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, રબર ગર્લના (Rubber Girl) નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ(Divyang) દીકરી (Anvi Zanzarukia)અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022’ (National Children Award-2022)માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. 24 તારીખના રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત કલેકટરની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. તેમજ બ્લોક ચેઈન ટેકનોલોજી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. વડાપ્રધાન રબર ગર્લ અન્વી અને તેના માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરશે.

નોંધનીય છે કે, 13 વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ તા.3 ડિસે.2021 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્વી એવા દિવ્યાંગો માટે રોલ મોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે 75 % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકો અને 2 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં 51 જેટલા મેડલો મેળવ્યા છે.

અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે. રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022 વિજેતા અન્વી ઝાંઝરૂકિયાએ સુરત અને ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર ગૌરવ વધાર્યું છે, અને તમામ ક્ષેત્રના શુભેચ્છકો દ્વારા તેના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

આ પણ વાંચો : વલસાડ : ફરી મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલવે ટ્રેક પર ડમ્પરે મારી પલટી

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના પગલે રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી, ટિકિટ કેન્સલેશન વધ્યું

Published On - 6:55 pm, Sat, 22 January 22

Next Article