Surat : કોરોનાકાળ બાદ હવે સુરતના હીરા ઉદ્યોગની ચમક દમક વધી છે. અને હીરા પેઢીઓના ઉઠમણા પર અંકુશ આવ્યો છે. આ દાવો કર્યો છે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ. દિનેશ નાવડીયાનું માનવું છે કે વર્ષ 20180-19ની સરખામણીએ પાછલા 2 વર્ષોમાં હીરાની પેઢીઓમાં ઉઠમણાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. હીરા ઉદ્યોગમાં આવેલી તેજી ઉઠમણા ઓછા થવા પાછળનું મહત્વનું કારણ મનાઇ રહ્યું છે.
ઉઠમણા તવારિખ પર નજર કરીએ તો, વર્ષ 2018માં 21 હીરા પેઢીઓએ 235 કરોડનું ઉઠમણું કર્યું. વર્ષ 2019માં કુલ 38 કરોડના ઉઠમણા થયા. તો 2020માં ઉઠમણામાં ઘટાડો નોંધાયો, અને માત્ર 27 લાખ રૂપિયાના ઉઠમણાની વિગતો સામે આવી. જ્યારે 2021માં 1.56 કરોડના ઉઠમણા નોંધાયા છે. હીરા ઉદ્યોગકારો માની રહ્યા છે કે વિદેશમાં હીરાની માગ વધતા જૂનો સ્ટોક ખાલી થયો. જેના કારણે ખર્ચાઓ ઘટ્યા અને 90 ટકા વેપાર રોકડાથી થયો.
નોંધનીય છેકે કોરોનાકાળમાં સુરતમાં લાખોની સંખ્યામાં હીરા કારીગરો બેકાર બન્યા હતા. જેના કારણે લાખોની સંખ્યામાં હીરા કારીગરો વતન તરફ ભાગી ગયા હતા. ત્યારે ફરી હીરાઉદ્યોગમાં ચમક આવતા રત્ન કલાકારોને રોજીરોટી મળી રહેશે. સાથે જ અનેક પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
આ પણ વાંચો : Morbi : નેચરલ ગેસના ભાવ વધારાનો વિરોધ, એક મહિના માટે 200 સિરામિક એકમો બંધ રાખવાનો નિર્ણય
આ પણ વાંચો : ‘આમ’ લોકોનો મસીહા જોડાશે આમ આદમી પાર્ટીમાં? અરવિંદ કેજરીવાલ સાથે સોનુ સૂદની બેઠકનું શું છે રહસ્ય?