સ્માર્ટ સિટીઝમાં ડાઇનેમિક રેન્કમાં સુરત દેશમાં નંબર-1, અમદાવાદ 6ઠ્ઠા ક્રમે રહ્યું, 100 શહેરોના રેન્કિંગ જાહેર

|

Apr 04, 2022 | 2:14 PM

સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત કુલ 140માંથી 128 ગુણ મેળવીને સુરત અવ્વલ રહ્યું છે. સુરતમાં 81માંથી 79 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે અને બાકીના પ્રોજેક્ટ પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે.

સ્માર્ટ સિટીઝમાં ડાઇનેમિક રેન્કમાં સુરત દેશમાં નંબર-1, અમદાવાદ 6ઠ્ઠા ક્રમે રહ્યું, 100 શહેરોના રેન્કિંગ જાહેર
Himali Boghawala, Mayor, Surat

Follow us on

સ્માર્ટ સિટીઝમાં ડાઇનેમિક રેન્ક (dynamic rank)  કેટેગરીમાં દેશના 100 સ્માર્ટ સિટી (smart city) ની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં સુરત (Surat) પ્રથમ ક્રમે રહ્યું છે. આ રેન્કિંગમાં ટોપ 10માં ગુજરાત (Gujarat) ના બે શહેરોનો સમાવેશ થયો છે, જેમાં અમદાવાદ (Ahmedabad) 6ઠ્ઠા ક્રમે રહ્યું છે. પ્રોજેક્ટ, ગ્રાન્ટ વપરાશ જેવા માપદંડ આધારે રેન્કિંગ કરાયું હતું. સુરતમાં સ્માર્ટ સિટી અંતર્ગત 2936 કરોડના 81માંથી 69 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. વહીવટી કામગીરી, નાણાંકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પરફોમન્સ આધારિત ગુણને ધ્યાનમાં લેવાયા હતા.

સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સુરતને સ્માર્ટ સિટીઝમાં ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મળ્યો ત્યારે હું સુરતના મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓને ઓભાર માનું છું. તેમણે કહ્યું કે સ્માર્ટ સિટી અંતર્ગત કુલ 140માંથી 128 ગુણ મેળવીને સુરત અવ્વલ રહ્યું છે. સુરતમાં 81માંથી 79 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે અને બાકીના પ્રોજેક્ટ પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે.

કેન્દ્ર સરકારના સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત પાલિકાએ કુલ 2936 કરોડના 81માંથી 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધા છે, જ્યારે 1145 કરોડના 12 પ્રોજેકટનું કામ હાલમાં કાર્યરત છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા સ્માર્ટસિટીઝ મિશન અંતર્ગત પસંદ થયેલાં 100 શહેરોને પૂર્ણ કરેલા પ્રોજેક્ટસ, કાર્યરત પ્રોજેક્ટસ, મળેલી ગ્રાન્ટ વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મીટિંગ જેવા માપદંડના આધારે ડાઇનેમિક રેન્કિંગ સિસ્ટમના આધારે ડાઇનેમિક રેન્ક આપવામાં આવે છે. નોંધનીય છે કે, 2015માં સ્માર્ટસિટીઝ મિશનની યોજના જાહેર કરી ત્યાર બાદ આ યોજના અંતર્ગત દેશના પસંદગી પામેલાં 100 શહેરો પૈકી સુરતની પસંદગી થઇ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોબિલિટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર, ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન-ડેવલપમેન્ટ, કોયલી ખાડીની પુન: રચના અને રિમોડેલિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને એરિયા સર્વેલન્સ નેટવર્ક, કોમન ટ્રાન્સમિશન લાઇન, આંજણા, અલથાણ અને ડુંભાલ ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ, ઓટોમેશન એન્ડ સ્કાડા વર્ક્સ, ફ્રેન્ચ વેલ, ડેટા સેન્ટર સ્ટ્રેન્થનિંગ, આઉટડોર ડિજિટલ ડિસ્પલે બોર્ડ વગેરે કામો પ્રગતિ હેઠળ છે.

દેશના ટોપ 10 રેન્કમાં આવેલાં શહેરોની યાદી

  1. સુરત
  2. આગ્રા
  3. વારણસી
  4. ભોપાલ
  5. ઇન્દોર
  6. અમદાવાદ
  7. પુણે
  8. રાંચી
  9. લખનઉ
  10. ઉદયપુર

આ પણ વાંચોઃ Surat: ઉનાળો શરુ થતા જ ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા, ખેડૂતો ચિંતામાં મુકાયા

આ પણ વાંચોઃAhmedabad: હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે રામનવમી મહોત્સવની ઉજવણી, જાણો ક્યારે કયા કાર્યક્રમો યોજાશે?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 2:11 pm, Mon, 4 April 22

Next Article