Surat: માનહાનિ કેસની સજા સામે અપીલમાં આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા વધુ, જાણો શુ થઈ શકે છે ?

|

Apr 03, 2023 | 1:10 PM

Surat: મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં સુરત કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરવાના છે. આ કેસમાં આજે જ નિર્ણય આવવાની શક્યતા ઘણી ઓછી જણાઈ રહી છે. નિષ્ણાંત વકીલના જણાવ્યા મુજબ કેસમાં મુદ્દત પડી શકે છે.

Surat: માનહાનિ કેસની સજા સામે અપીલમાં આજે નિર્ણયની શક્યતા ઓછી, મુદ્દત પડવાની શક્યતા વધુ, જાણો શુ થઈ શકે છે ?

Follow us on

રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15000નો દંડ કર્યો છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ છે. ત્યારે સુરત કોર્ટના આ નિર્ણય બાદ આજે રાહુલ ગાંધી 11 દિવસ બાદ સુરત સેશન્સ કોર્ટમાં અપીલમાં જવા માટે આવી રહ્યા છે. જો કે આ કેસમાં આજે જ નિર્ણય આવવાની શક્યતા ઘણી ઓછી છે. હજુ વધુ એક મુદ્દત પડે તેની પ્રબળ શક્યતા છે. જો ફરિયાદી પક્ષ આજે કોર્ટમાં હાજર ન રહે તો આ કેસમાં આજે નિર્ણય આવવાની શક્યતા નહિવત છે. જો કે ફરિયાદી પક્ષ હાજર રહે તેવી પણ શક્યતા ઘણી ઓછી છે.

માનહાનિ કેસમાં સજા મોકુફી અને ગુનેગાર ઠેરવવા માટે સ્ટે માગવામાં આવશે

જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા બાબુ માંગુકિયાએ કાનુની લડત અંગે શું થઈ શકે તેના પર TV9 સાથે વાત કરી હતી. કાનુની લડતને સરળ ભાષામાં સમજાવતા જણાવ્યુ કે રાહુલ ગાંધી આજે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારશે. નીચલી કોર્ટ સજા ફટકારે ત્યારે તેની અપીલ ઉપલી કોર્ટમાં કરાય છે. માનહાનિ કેસમાં 2 વર્ષની સજામાં અપીલ થયા બાદ આજે જજ એને સુનાવણીમાં લેશે. સજા મોકુફી અને ગુનેગાર ઠેરવ્યા છે, એમા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સ્ટે માગવામાં આવશે.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

આ પણ વાંચો: Rahul Gandhiના સમર્થનમાં ગુજરાતથી જ લડતના મંડાણ કરવાનું  કોંગ્રેસનું આયોજન, સત્યાગ્રહ માટે રાહુલ ગાંધીને આમંત્રણ

સેશન્સ કોર્ટમાંથી નિર્ણય ન આવે તો રાહુલ ગાંધીએ સ્ટેપ બાય સ્ટેપ ઉપલી કોર્ટમાં જવુ પડશે

TV9 સાથેની વાતચીતમાં માંગુકિયાએ મોટી વાત કરી. માગુકિયાનું માનીએ તો માનહાનિ કેસમાં જો કોઇને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હોય તો, અરજી બાદ સજા આપો આપ મોકૂફ થઇ જતી હોય છે. પરંતુ જો આમ ન થાય તો આ ઘટના દેશના ન્યાયતંત્રની ઐતિહાસિક ઘટના હશે. અરજી કર્યા બાદ જો ફરિયાદી પક્ષ હાજર રહે તો આજે જ નિર્ણય આવી જાય. જો કે ફરિયાદી પક્ષ હાજર રહે તેવી શક્યતા ઓછી છે. મનાઈ હુકમ આવે તો આપોઆપ રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સસ્પેન્શન પણ રદ થાય. આ કેસમાં જો સેશન્સ કોર્ટમાંથી પણ નિર્ણય ન આવે તો સ્ટેપ બાય સ્ટેપ ઉપલી કોર્ટમાં તેમને જવાનુ રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 12:37 pm, Mon, 3 April 23

Next Article