Surat : 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણીઓને લઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા ધરણાં

|

Sep 03, 2022 | 3:45 PM

પ્રશ્નોનું નિરાકરણ નહિ આવશે તો મહાસંઘ દ્વારા 17 મીએ માસ સી.એલ. 22 મીએ પેન ડાઉન અને 30 મીથી અનિશ્ચિત કાલ સુધી હળતાળની જાહેરાત કરવામાં આવી છે.

Surat : 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણીઓને લઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા ધરણાં
Surat: Protest by teachers of Nagar Primary Education Committee over pending demands including 4200 grade pay, old pension scheme

Follow us on

ગુજરાત(Gujarat ) વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જુદા જુદા સંગઠનો તેમજ સંસ્થાઓ દ્વારા પોતાની માંગણીઓ (Demand )અને પડતર પ્રશ્નોને લઈને ધરણા પ્રદર્શન, આંદોલનના માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન હવે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા ગ્રેડ પે તથા જૂની પેંશન યોજના સહિતની માંગણીઓ અને પડતર પ્રશ્નોને લઈને આજે રેલી કાઢી કલેકટર કચેરીના પ્રાંગણમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ,સુરત દ્વારા જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં વિભિન્ન કર્મચારી સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઇને લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. રાષ્ટ્રીય સયુંકત મોર્ચા દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.

આ આંદોલનને ટેકો જાહેર કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના તમામ શિક્ષકો પોતાની ન્યાયીક માંગણી 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજના,સાતમાં પગાર પંચના ભથ્થાં,વિદ્યા સહાયક મિત્રોને પુરા પગારમાં સમાવિષ્ટ કરવા, એચ ટેટ ના ઓપી, બીએલઓની કામગીરીમાંથી મુક્તિ, શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ, એકમ કસોટીના પ્રશ્નો જેવા અન્ય તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ માટે અને પોતાની ન્યાયીક માંગણી બુલંદ રીતે પહોંચાડવામાં માટે આ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

સુરત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીગ્નેશ ઠાકરે જણાવ્યું હતું કે પ્રશ્નોનું નિરાકરણ નહિ આવશે તો મહાસંઘ દ્વારા 17 મીએ માસ સી.એલ, 22 મીએ પેન ડાઉન અને 30 મીથી અનિશ્ચિત કાલ સુધી હળતાલની જાહેરાત કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં શિક્ષકો આ રેલીમાં જોડાયા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.

Next Article