Gujarat Election 2022 : રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આકરાપાણીએ, કહ્યું ‘અમને કોંગ્રેસ સમજવાની ભૂલ ના કરતા’
AAP નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર થયેલા હુમલા મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુજરાતની (Gujarat) સંસ્કૃતિ નથી, આ ભારતની સંસ્કૃતિ નથી.
વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે તેમની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
સુરતમાં સાત બેઠક જીતવાનો કેજરીવાલનો દાવો
AAP નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર થયેલા હુમલા મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુજરાતની (Gujarat) સંસ્કૃતિ નથી, આ ભારતની સંસ્કૃતિ નથી. લોકો ખુબ વિરોધ કરી રહ્યા છે. આની ગુંડાગર્દી એટલી વધી રહી છે કે દરેક જગ્યા પર લોકોને ડરાવી રહ્યા છે.આ હુમલા દેખાડે છે કે, તેમને હાર દેખાઈ રહી છે.એમને હું કહેવા માંગુ છુ કે અમે કોંગ્રેસ(Congress) નથી.અમે આમ આદમી પાર્ટી છીએ.અમે સરદાર પટેલ (Sardar Patel) ભગતસિંહના આદર્શ છીએ.અમે ડરશુ નહીં,પણ અન્યાય સામે લડીશુ.
ટ્રાન્સપોર્ટના તમામ પ્રશ્નો ઉકેલવાનો પણ વાયદો
27 વર્ષથી ભાજપ શાશન કરી રહી છે,6 કરોડ ગુજરાતીઓને અત્યારે શાંતિ રાખવાની જરૂર છે,કારણ કે તેઓ ચૂંટણી (Gujarat Election) પહેલા માત્ર આમ આદમી પાર્ટીજ નહીં પણ સામાન્ય જનતા પર પણ હુમલા કરશે.જે પણ લોકો ભાજપ સામે વિરોધ દર્શાવશે તેઓ તેના પર પણ હુમલા કરશે.સંયમ રાખજો આપણે હુમલા સામે હુમલા નથી કરવાના.વધુમાં તેણે કહ્યું કે,મનોજ સોરઠીયા પર થયેલા હુમલા બાદ સુરતવાસીઓ ખૂબ જ નારાજ છે,અમે એક સર્વે કરાવ્યો તેમાં તારણ નીકળ્યુ કે,12 માંથી 7 સીટો AAP જીતી રહ્યું છે.સાથે જ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્રાન્સપોર્ટના તમામ પ્રશ્નો ઉકેલવાનો પણ વાયદો કર્યો છે.