સુરત (Surat) માં ઉધના યાર્ડમાં એક અજાણી ગર્ભવતી મહિલા (Woman) નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા રેલ્વે પોલીસ (Police) દોડતી થઇ ગઈ હતી.જીઆરપી પીઆઇ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતી.અજાણ્યા આરોપી દ્વારા મહિલાનું ગળું દબાવી હત્યા (Murder) કર્યા બાદ મહિલાની ઓળખ નહીં થઇ શકે તેમજ આ અંગે કોઈને ખબર નહીં પડે તેવા ઈરાદે તેનો મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી તેના ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા. ઉધના રેલ્વે (Railway) યાર્ડમાં લાઈન નંબર 7 અને 8 વચ્ચે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટના અંગે જાણ થતા જીઆરપી પીઆઇ કે.એમ.ચૌધરી સહિત પોલીસ કાફલો તેમજ આરપીએફના જવાનો પણ સ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.એટલુંજ નહીં આ મહિલા 7 થી 8 મહિનાની ગર્ભવતી હતી.એટલુંજ નહીં તેના મૃતદેહની આસપાસ ચપ્પલ પણ મળી આવ્યા હતા. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે અજાણ્યા આરોપી દ્વારા તેણીને અહીં લાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી છે.અને તેની ઓળખ નહીં થઇ શકે તેમજ આ અંગે કોઈને ખબર ન પડે. તેવા ઈરાદાથી હત્યા કર્યા બાદ મૃતદેહ ઉપર સૂકા ઘાસ નાખી ઢાંકી દેવામાં આવ્યો હતો અને ઉપરથી પથ્થરો પણ મૂકી દેવામાં આવ્યા હતા.આરપીએફના જવાનો પેટ્રોલિંગમાં હતા.ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી.
પોલીસે આસપાસ રહેતી કેટલીક શ્રમિક મહિલાઓને બોલાની મૃતક મહિલા અંગે પૂછપરછ કરી હતી.જોકે હાલમા કોઈ સફળતા નહીં મળી છે.મહિલાના એક હાથમાં પોતાના સમાજનું કોઈ છૂંદણું પણ બનાવેલું હતું.અને તે મૂળ ઓડીસાવાસી હોવાનું હાલમાં જણાઈ આવી રહયું છે.પોલીસે મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
જે જગ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે તેમજ તેની નજીકમાં રેલ્વે દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે નજીકમાં સીસી ટીવી પણ નથી.તેમજ અહી આરપીએફ દવારા સતત પેટ્રોલિંગના અભાવ હોવાનું પણ જાણવા મળ્યું છે.ઉધના યાર્ડ એવો વિસ્તાર છે જ્યા આસપાસ ઝાડી ઝાખરા તેમજ અવાવરું છે. હત્યારો પરિચિત હોવાનું અથવા આડા સંબંધોમા મહિલાની હત્યા કરાઈ હોવાની શક્યતા પોલીસને દેખાઈ રહી છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત