સુરત પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ સુરત પોલીસ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની મોબાઈલ સાથે પકડાતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ
સુરતમાં ડુમસ પોલીસ દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલા અનુદાનને ઋણ તરીકે ગણી,આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાનમા રાખી પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય આ વડીલોને ડુમસ પોલીસ દ્વારા ડુમસ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.
ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે સમય વીતાવવામાં આવ્યો હતો. જેમાં વયોવૃધ્ધો સાથે અલક-મલકની વાતો કરવામાં આવી હતી, તેમજ તેમની ઉંમરને લગત નાની-મોટી રમતો રમાડવામાં આવી તથા દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા માટે ડુમસ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના કારણે આ વયોવૃધ્ધોના ચહેરા પરની જે ખુશી હતી તે એક આત્મસંતોષ આપી જાય તે પ્રકારની હતી. આ સમગ્ર કાર્યક્રમને લીધે આ વયોવૃધ્ધોને પોલીસ પોતાના મિત્ર છે તેવી લાગણીનો અનુભવ થયો હતો.
આ યાદગાર ક્ષણોને ડુમસ બીચ પર આવનાર સહેલાણીઓએ જોઇને અને બીરદાવી છે. તો ઘણા સહેલાણી યુવાનોએ પોલીસની આ કામગીરીથી પ્રેરાયને આ કામગીરીમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો.
લોકગાયક કિર્તીદાન ગઢવીએ 22 ફેબ્રુઆરીના રોજ પરીવાર સહીત પોતાના બર્થડેની ઉજવણી વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લઈને કરી હતી. સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે તેમણે કેક કાપી હતી, વડીલો સાથે સંગીત માન્યું હતું અને તેમની સાથે ભોજન લીધું હતું.