Surat Police Station List: સુરત શહેરનું કયુ પોલીસ સ્ટેશન કયા વિસ્તારમાં છે? જાણો તમામ માહિતી અને વધારો તમારુ Knowledge
સુરત શહેરમાં અજય તોમર વર્તમાન પોલીસ કમિશનર છે. તેમજ 3 એડિશનલ કમિશનર ઑફ પોલીસ, 8 ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને 19 આસિસ્ટન્ટ કમિશનર પણ તેમની મદદે છે. સુરત પોલીસને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે.
Surat Police Station List
Follow us on
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન, ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા પોલીસની રચના કરવામાં આવી છે. તેમાંય ગુજરાત પોલીસ દિવસ રાત જનતાની સુરક્ષા માટે કટીબદ્ધ રહે છે. ત્યારે અગાઉના લેખમાં આપણે અમદાવાદ પોલીસ સ્ટેશનને લગતી માહિતી મેળવી હતી, જે બાદ આજે નવા લેખમાં સુરતના અનેક વિસ્તારના પોલીસ સ્ટેશન અંગે વાત કરવાના છે. જો તમે પણ નથી જાણતા સુરતના કયા વિસ્તારમાં કયુ પોલીસ સ્ટેશન લાગું પડે છે તો આ લેખ ખાસ આપના માટે છે જેના થકી તમે માહિતી મેળવી શકો છો.
સુરત પોલીસનું નેતૃત્વ પોલીસ કમિશનર કરે છે. આપને જણાવી દઈએ તો સુરત શહેરમાં અજય તોમર વર્તમાન પોલીસ કમિશનર છે. તેમજ 3 એડિશનલ કમિશનર ઑફ પોલીસ, 8 ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને 19 આસિસ્ટન્ટ કમિશનર પણ તેમની મદદે છે. સુરત પોલીસને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે. દરેક ઝોન નાયબ પોલીસ કમિશનર હેઠળ આવે છે. ત્યારે તે તમામની માહિતી આજના આપણા આ લેખમાં છે. જેને ઝોન વાઈઝ સમજવાનો પ્રયત્ન કરીશું!
સુરત પોલીસ સ્ટેશન અંગે માહિતી
હાલમાં સુરત પોલીસને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે, ઝોન-I, ઝોન-II, ઝોન-III અને ઝોન-IV દરેકનું નેતૃત્વ ડેપ્યુટી પોલીસ કમિશનર કરે છે. આ ચાર ઝોનને 8 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે એટલે કે દરેક ઝોનના 2 ડિવિઝન (A થી H ડિવિઝન) બનાવવામાં આવ્યા છે, જે દરેકનું નેતૃત્વ ACP દ્વારા કરવામાં આવે છે.