સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દેવી વ્યાપારનો ધંધો કરનાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે. બોમ્બે માર્કેટ નજીક સ્પાની આડમાં દેહે વ્યાપારનો ધંધો ચલાવનાર કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં વરાછા પોલીસે દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ લલનાઓ, દસ જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 17,650 અને 12 મોબાઈલ જપ્ત કરાયા હતા. પોલીસે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે આવેલા તાપ્તી ગંગા માર્કેટમાં વરાછા પોલીસે દરોડા પાડયા હતા. પોલીસને માહિતી મળી હતી કે, તાપ્તી ગંગા માર્કેટમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો કુટણખાનું ચલાવવામાં આવે છે. જે માહિતીને આધારે વરાછા પોલીસે જુદી જુદી ટીમ બનાવી દરોડા પાડ્યા હતા. વરાછા પોલીસને મળેલી માહિતીના આધારે બોમ્બે માર્કેટ પાસેની તાપ્તી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી માહિતી મુજબ ગેરકાયદેસર દેહ વ્યાપારનો કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલ પાંચ જેટલી લલનાઓ એક સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલકની અને ત્યાં આવેલા દસ જેટલા ગ્રાહકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વરાછા પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેડ કર્યા બાદ 16થી વધુની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ સામે ટ્રાફિક ઈમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલ તમામ આરોપી પાસેથી રોકડ અને 12 જેટલા મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સુરતના ડિંડોલીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું અને આરોપીએ અગાઉ પણ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આરોપીએ CNG પંપ પાસે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી.