SURAT : સુરતની વીર નર્મદ યુનિવર્સીટીમાં ગરબા મામલે થયેલા ઘર્ષણને મામલે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે અને 3 દિવસમાં તપાસનો અહેવાલ રજૂ કરી જવાબદાર સામે પગલાં લેવા આદેશ કરાયો છે. સમગ્ર મામલે વાત કરીએ તો સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં માત્ર વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમરા પોલીસે આવી વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને વિદ્યાર્થીએ સારવાર લેતા MLC કેસ થયો હતો પરંતુ ખટોદરા પોલીસમાં માત્ર જાણવા જોગ નોંધ કરાઈ હતી.. હજી સુધી પોલીસ વિરુદ્ધ કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ તપાસ કરવાની માગ કરી હતી.
તો આ તરફ ABVP વિદ્યાર્થી નેતાએ જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે અને યુનિવર્સિટી કેમ્પસમાં ABVPએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપ્યું સાથે સાથે પોલીસ સ્ટેશનને પણ ઘેરો ઘાલ્યો હતો.
આ પણ વાંચો : VIRAMGAM : વિરમગામ નગરપાલિકામાં હોબાળો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચીફ ઓફિસરનું રાખ્યું બેસણું
આ પણ વાંચો : Ahmedabad: કોલસાની અછત અને સંભવિત વીજ કટોકટીનો મુદ્દો હાઈકોર્ટમાં, જાણો શું છે અરજદારની રજૂઆત