Surat: માસ્ક માટે હવે પોલીસ ફરી ફ્રન્ટ ફૂટ પર, લોકોને દંડ ફટકારવાનું કર્યુ શરૂ

|

Jan 12, 2022 | 6:35 PM

આઠ મહિના બાદ સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજાર નજીક પહોંચી છે. ત્યારે તકેદારી રાખવા માટે કોર્પોરેશન દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે.

Surat: માસ્ક માટે હવે પોલીસ ફરી ફ્રન્ટ ફૂટ પર, લોકોને દંડ ફટકારવાનું કર્યુ શરૂ
Surat police impose fine for violating Covid-19 norms

Follow us on

સુરત (Surat) શહેરમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસોએ ફરી ઉથલો મારતા કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ અને સુરત મહાનગરપાલિકા (SMC)તંત્ર દોડતું થઈ ગયું છે. રાત્રી કરફ્યુ (Night Curfew)ના કડક અમલની સાથે માસ્ક નહીં પહેરનારા લોકો, વાહનચાલકો, દુકાનદારોને દંડ ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.

સરકારી તંત્ર દ્વારા લોકોને ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો વારંવાર અનુરોધ કરે છે. પરંતુ હજુ પણ લોકો કોરોના વાયરસની ગંભીર મહામારીને નજરઅંદાજ કરીને ખુલ્લેઆમ માસ્ક વગર ફર્યા કરે છે. જેથી ગઈકાલથી જ સુરત પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર પોલીસ કાફલો મૂકીને માસ્ક નહીં પહેરનારા વાહનચાલકોને અટકાવી દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે.

જ્યારે મનપાના આરોગ્ય વિભાગે પણ અલગ અલગ ટીમો બનાવી દુકાનો હોટલો સહિતના સ્થળોમાં ચેકિંગ શરૂ કરી માસ્ક નહીં પહેરનારાને દંડ ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

નોંધનીય છે કે આઠ મહિના બાદ સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજાર નજીક પહોંચી છે. ત્યારે તકેદારી રાખવા માટે કોર્પોરેશન દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. હજી આવનારા દિવસો જોખમી હોય લોકોને ફરજિયાત માસ્ક પહેરવા, ભીડભાડ વાળી જગ્યાએથી દુર રહેવા, સામાજિક અંતર જાળવવા સલાહ આપવામાં આવી રહી છે.

છતાં લોકો હજી પણ બેફિકર બનીને ફરી રહ્યા છે. આ પણ કારણ છે કે કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છે. ત્યારે હવે લોકોને ફરી જુના નિયમો યાદ અપાવવા માટે તંત્રએ કમર કસી છે અને નિયમો ન પાળનાર લોકોને દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે આ ઝુંબેશમાં રાજકીય તાયફા કરનારાને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે.

SMC દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ

સુરત શહેર અને જિલ્લામાં કોરોના ના કેસો વધતા હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી સેન્ટર શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ માટે વિવિધ જ્ઞાતિ, સમાજ અને એનજીઓ સાથે આજે એક બેઠકનું આયોજન મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પહેલા પણ અનેક ઓર્ગેનાઇઝેશને આ સેવા શરૂ કરવા તૈયારી બતાવી છે.

આ પણ વાંચો: જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ ‘યમરાજ’​​

આ પણ વાંચો: સચીન જીઆઈડીસી પ્રકરણમાં 100થી વધુ ઉદ્યોગકારોનો મોરચો, ખોટી રીતે સેમ્પલ લઈને ફેકટરી માલિકોને આરોપી બનાવ્યા હોવાનો આક્ષેપ

Next Article