Surat : જીલ્લામાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલીક ઘટનાઓમાં ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરતમાં ફરી આવો જ બનાવ બન્યો છે. સુરતની આવી ઘટના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીને ઉઠાવી લઈ જઇ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. મહત્વનુ છે કે આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ રાંદેર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે રિક્ષાચાલકની ગણતરીના સમયમાં ધરપકડ પણ કરી હતી.
રાંદેરના સંતનામ સર્કલ નજીક આઠ વર્ષની વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ બાદ ઘરે પરત ફરી રહી હતી. તે સમયે એકા એક રિક્ષાચાલક પાછળથી રીક્ષા લઈને વિદ્યાર્થીનીની પાસે આવ્યો અને રીક્ષામાં બેસવા જણાવ્યું. જે બાદ વિદ્યાર્થીનીનો હાથ ખેંચી તેને રિક્ષામાં બેસાડી આ રીક્ષા ચાલક વિદ્યાર્થીને અવાવરું જગ્યા પર લઈ ગયો હતો અને ત્યારબાદ માસુમ વિદ્યાર્થીની સાથે નરાધમ રીક્ષા ચાલક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.
આ બનાવ બાદ રીક્ષા ચાલકે બાળકીને અલગ અલગ વિસ્તારમાં ફેરવી હતી અને પછી બાળકી પોતાના ઘર નજીક મૂકી ફરાર થઈ ગયો હતો. બાળકી સાથે બનેલા આ બનાવ બાદ તેણી રડતા રડતા પોતાના ધરે પહોંચી હતી. ઘરે જઈને પિતાને આ બાબતે જણાવતા. બાળકીની વાત સાંભળીને પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તાત્કાલિક જ બાળકીના પરિવારના સભ્યોએ રાંદેર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : લક્ષ્મી ડાયમંડ કંપનીના રત્નકલાકારો ફરી પગાર વધારવા સહિત અન્ય માગણીઓને લઇ હડતાળ પર, જુઓ Video
સુરત રાંદેર પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ છેડતી અને પોકસો એક્ટર હેઠળ ગુનો દાખલ કરી આ બાબતે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. મહત્વની વાત છે રાંદેર પોલીસ ના PI અતુલ સોનારા અને ટેમી ટીમના માણસો કે આ ઘટના સ્થળના CCTV ફૂટેજ પણ તપાસવાના શરૂ કર્યા હતા અને ત્યાં નજીકમાં આ રીક્ષા આવતા દેખાઈ હતી. જે કેમેરામાં રિક્સા ચાલકની સમગ્ર કરતૂત કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના સમયમાં આરોપી ઉજેફા મોહમહદ્દ રફીક બટલરની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો