Surat: ડીજીવીસીએલના વિજપોલ સગેવગે કરવાના ગુનામાં પોલીસે 8 આરોપીઓને પકડી પાડ્યા

|

May 05, 2022 | 7:53 PM

શામળાજી હાઇવેની કામગીરી દરમ્યાન ડિજીવીસીએલના વિજપોલ ચોરી થતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ વાલોડ પોલીસ એક્શનમાં આવી હતી. જે બાદમાં બુટવાડા ગેંગને પકડવામાં વાલોડ પોલીસને સફળતા મળી છે.

Surat: ડીજીવીસીએલના વિજપોલ સગેવગે કરવાના ગુનામાં પોલીસે 8 આરોપીઓને પકડી પાડ્યા
ફોટો - આરોપી

Follow us on

શામળાજી હાઇવેની (Shamlaji Highway) કામગીરી દરમ્યાન ડિજીવીસીએલના વિજપોલ ચોરી થતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ વાલોડ પોલીસ એક્શનમાં આવી હતી. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ બાબતે ફરિયાદ મળ્યા બાદ પોલીસ દ્વારા તે દિશામાં શોધખોળ કરવામાં આવી હતી. જે બાદમાં બુટવાડા ગેંગને પકડવામાં વાલોડ પોલીસને સફળતા મળી છે. તાપી જિલ્લાની વાલોડ પોલીસ દ્વારા વિજપોલ સગેવગે કરતી આખી ટોળકીને ઝડપી છે. આ ટોળકી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં લોખંડના વિજપોલ ચોરીને તેને સગેવગે કરતી હતી.

વાલોડ પોલીસ દ્વારા બુટવાડા ગામના આ ગેંગના 8 જેટલા આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે હાલ વાલોડના બુહારી ગામે શામળાજી હાઇવેનું કામ ચાલુ રહ્યું છે. જ્યાં છેલ્લા એકાદ વર્ષથી જુના વિજપોલને ખસેડીને જે તે જગ્યા પર મુકવામાં આવ્યા હતા. પરંતુ આ વિજપોલની ચોરી થઈ હોવાનું ડિજીવીસીએલના અધિકારીઓને ધ્યાને આવતા તેમના દ્વારા વાલોડ પોલીસ મથકમાં આ ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે મળેલ બાતમીના આધારે બુટવાડા ગામના 8 આરોપીઓને આ ગુનામાં ઝડપી પાડ્યા છે. જેમાં આશિષ હળપતિ, સંજય હળપતિ, કરણ હળપતિ, હિતેશ હળપતિ, સાવન હળપતિ, બળવંત હળપતિ, આશિષ હળપતિ, સંજય રમેશ હળપતિનો સમાવેશ થાય છે. તેમના દ્વારા બાજીપૂરા પાઇપ ફેકટરી પાસે વિજપોલ કટર વડે કાપીને સગેવગે કરવાની પેરવીમાં હતા. પોલીસે તેમની પાસેથી આવા 10 વિજપોલ કબ્જે કર્યા હતા. જેની કિંમત અંદાજે 26 હજારથી વધુની થવા જાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વાલોડ પોલીસે આ ગેંગને કબ્જે કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓ આ પહેલા પણ આવા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ અથવા આ વિજપોલ તેઓ કોને વેચવાની પેરવીમાં હતા અથવા તેમની સાથે બીજો કોઈ માસ્ટરમાઈન્ડ છે કે કેમ તે તમામ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Next Article