સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી

|

Mar 10, 2022 | 10:30 AM

અલગ-અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા ગોકુલધામ આવાસમાં નાકાબંધી કરી કોમ્બિંગ કરીને આવાસમાં આવેલ કુલ 49 બિલ્ડિંગના કુલ-774 રૂમો તથા આજુબાજુનો ઝાડી ઝાખરાવાળો ખુલ્લો વિસ્તાર ચેક કરાયો હતો.

સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી
Surat police in a surprise move, 20 teams combing in Pandesara area and arrested more than 50 people.

Follow us on

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક ઈસમો સામે લાલા આંખ કરી રાત્રીના સમયે અચાનક જ પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની 120 જેટલી ટીમો ત્રાટકી હતી. પાંડેસરા વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ સુરતમાં સૌથી વધુ જોવા મળે છે. તેથી તેને કાબુમાં લેવાની આ કવાયત હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસ કમિશનર અજય તોમરની સૂચના હેઠળ સરપ્રાઈઝ કામગીરી કરવામાં આવી હતી. પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેર ક્રાઈમબ્રાચ તથા એસ.ઓ.જી શાખાના પોલીસ અધીકારી અને અન્ય કર્મચારીઓની અલગ અલગ-20 જેટલી ટીમો બનાવાઈ હતી. જેમા ક્રાઈમબ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર સહિત 16 જેટલા પોલીસ સબ ઈન્સપેક્ટર તેમજ અઠવા, ઉમરા, ખટોદરા, સચીન, સચીન જી.આઈ.ડી.સી તથા ક્રાઈમબ્રાંચ તથા એસ.ઓ.જીના મળી કુલ 120 પોલીસ કર્મચારીઓ સાથે લાઠી- હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેગા થયા હતા.

અધિકારીઓની સૂચના મળતાની સાથે પાંડેસરામાં આવેલ વડોદગામ ખાતે ગોકુલધામ આવાસમાં વહેલી સવારના કલાક કોમ્બિંગનું આયોજન કરવામા આવેલ હતુ. સુરતમાં વધતા જતા ક્રાઈમના કેસને લઈને સુરત પોલીસ દ્વારા વહેલી સવારે કોબિંગ કરીને 50થી વધુલોકોની લોકોની ધરપકડ કરાઈ હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અલગ-અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા ગોકુલધામ આવાસમાં આવવા જવાના એંન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ પર નાકાબંધી કરી કોમ્બિંગ કરતા આવાસમાં આવેલ કુલ 39 બિલ્ડિંગના કુલ-774 રૂમો તથા આજુબાજુનો ઝાડી ઝાખરાવાળો ખુલ્લો વિસ્તાર ચેક કરતા બેઝબોલ, ધોકા તથા લાકડાના ફટકા વિગેરે હથિયાર સાથે 15 જેટલા ઈસમો મળી આવતા તેમની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

કોગ્નીઝેબલ ગુનો કરવાની શકયતા ધરાવતા 23 જેટલા ઈસમો વિરુધ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. ગુનો કરવાની ટેવવાળા કુલ-૧૪ ઈસમો વિરુધ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે અને એમ.વી.એક્ટ 207 મુજબ નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર વાળા કુલ-18 વાહનો જપ્ત કરવામાં આવેલ છે. કોમ્બિંગની કામગીરી દરમ્યાન 12 ઈસમો પીધેલા મળી આવતા તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

આઠ વાહનો નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા બિનવારસી મળી આવતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, આ રીતે અચાનક સરપ્રાઈઝ કોમ્બિંગનું વહેલી સવારના આયોજન થતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામેલ હતો અને સ્થાનિક લોકોમાં અસામાજીક તત્વો વિરુધ્ધ આવા પગલાં લેવાતાં પોલીસની આવી કામગીરીને આવકારમાં આવી હતી.

મહત્વની વાત એ છે કે જે રીતે સુરતમાં બાળકી સાથેના દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે તેમજ ક્રાઈમનો રેશિયો પણ સતત વધી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર માછલાં ધોવાયાં બાદ પોલીસ આખરે સતર્ક બની છે. જાણે પાંડેસરાના આવાસમાં તમામ ગુનેગારો રહેતા હોય તેવી રીતે સુરત પોલીસ દ્વારા કોબિંગ હાથ ધરીને મોટી માત્રમાં અસામાજિક તત્વો સહિત હથિયારો રાખનાર સામે કર્યવાહી હાથ ધરી હતી જ્યારે હજુ આવનારા દિવસોમાં અમરોલી વિસ્તાર, ઉધના વિસ્તાર, ડીંડોલી વિસ્તારમાં પણ આ રીતે કામગીરી કરવાની જરૂરું છે.

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, પેટ્રોલ-ડીઝલના પંપધારકોને સપ્લાય બંધ કરાતા મુશ્કેલી

આ પણ વાંચોઃ Ahmedabadની એક સંસ્થા સાથે ધરમ કરતા ધાડ પડી, બી.જે. મેડિકલ કોલેજ સામે લાખો રુપિયા ચુકવ્યાનો લગાવ્યો આરોપ

Next Article