સુરત પોલીસે પુષ્પા ફિલ્મના પોસ્ટરનો સહારો લીધો, ગુનાખોરી અટકાવવા અનોખો સંદેશ અપાયો

|

Jan 29, 2022 | 5:32 PM

પુષ્પા ફિલ્મની આ લોકપ્રિયતાનો લાભ લઇ સુરત શહેર પોલીસે પણ એક સંદેશો શહેરીજનોને આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને તેની સ્ટાઈલમાં બતાવીને એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.

સુરત પોલીસે પુષ્પા ફિલ્મના પોસ્ટરનો સહારો લીધો, ગુનાખોરી અટકાવવા અનોખો સંદેશ અપાયો
Surat police help of Pushpa movie poster gave a unique message to stop crime

Follow us on

Surat : તાજેતરમાં જ રિલીઝ થયેલી પુષ્પા ફિલ્મે (Pushpa movie)બોક્સઓફીસના રેકોર્ડ તોડી નાંખ્યા છે. ચારે બાજુ એક જ વાત કે પુષ્પા મુવીની વાતો સતત લોકોના મોઢે સાંભળવા મળી રહી છે. ત્યારે ખાસ કરી ને આ પુષ્પા મૂવીમાં અલ્લુ અર્જુન ફેમ આ ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયા છે. અલ્લુ અર્જુન આ ફિલ્મમાં લાલ ચંદનની તસ્કરીમાં સામેલ બતાવે છે. જોકે અભિનેતાની દરેક સ્ટાઈલથી સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટીઓ પણ પ્રભાવિત થયા છે. અને સોશિયલ મીડિયામાં (Social media)પણ તેની ધૂમ જોવા મળી રહી છે.

પુષ્પા ફિલ્મની આ લોકપ્રિયતાનો લાભ લઇ સુરત શહેર પોલીસે (Surat City Police)પણ એક સંદેશો શહેરીજનોને આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને તેની સ્ટાઈલમાં બતાવીને એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. જેના પર લખવામાં આવ્યું છે કે અપને શહેર મેં કુછ ભી ઇલ્લીગલ દીખે તો ઝુકને કા નહીં, 100 ડાયલ કરને કા.સુરત પોલીસ દ્વારા લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે સારો રસ્તો છે. કારણ કે હાલમાં લોકો સોસીયલ મીડિયામાં સતત નજર હોય છે અને લોકો તેમાં વ્યસ્ત હોય જેથી આ સંદેશ લોકોના નજરમાં વધુ આવી શકે છે.

આ જ બતાવે છે કે શહેરમાં ગુનાખોરીને ડામવા માટે શહેર પોલીસ પુષ્પા ફિલ્મના પોસ્ટરનો સહારો લઈને શહેરીજનોને પણ ગુનાખોરી અટકાવવા માટે સહકાર આપવા સંદેશો આપી રહી છે. સુરત પોલીસ દ્વારા આ પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ મુકવામાં આવ્યો છે. ઘણા શહેરીજનો તેને પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.ગુનાખોરી અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે જો શહેરમાં ક્યાંય પણ કશે ખોટું થતું દેખાય તો તાત્કાલિક જ પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. સુરત પોલીસના ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ મૂકી લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે.ખરેખર આ જ રસ્તો જેથી સરળતાથી લોકો સુધી પહોંચી શકાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ સંપન્ન, રાજ્યપાલ-મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 49 હજાર છાત્રોને પદવી એનાયત

આ પણ વાંચો : રાજકોટમાં કોમી એકતા જળવાઇ રહે તે માટે પોલીસે સર્વ ધર્મના આગેવાનોની બેઠક બોલાવી

Next Article