Surat: ઈદના તહેવારોને પગલે સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું, 164 ઈસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

|

Apr 19, 2023 | 7:46 PM

અમરોલી અને ઉત્રાણ સહિતના પોલીસ મથક વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન ઝુંબેશ હેઠળ 164 ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Surat: ઈદના તહેવારોને પગલે સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું, 164 ઈસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
Surat Police

Follow us on

આગામી ઈદના તહેવારોને પગલે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને અમરોલી કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં ગત રોજ સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરોલી અને ઉત્રાણ સહિતના પોલીસ મથક વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન ઝુંબેશ હેઠળ 164 ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચો: લો બોલો! હવે સ્મશાનમાં પણ લાકડા કૌભાંડ, લાકડા પુરા પાડતી સંસ્થાઓને અત્યાર સુધીમાં 15 નોટિસ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રમઝાન ઈદના તહેવારને અનુસંધાને અમરોલી, ઉત્રાણ અને જહાંગીરપુરા પોલીસ મથકમાં અલગ અલગ ટીમો દ્વારા પોલીસ દ્વારા સઘન કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા આ કોમ્બીંગ દરમ્યાન અમરોલી અને ખાસ કરીને કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવાની સાથે 164 આરોપીઓ વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ વિનાના 70 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જ્યારે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનાર 16 આરોપીઓ પાસેથી રેમ્બો છરા, ગુપ્તી અને તલવાર સહિતના ઘાતકી હથિયારો ઝડપી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ દારૂ પીધેલી હાલતમાં 12 અને દારૂ સાથે પાંચ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સાથે સાથે આગામી ઈદના તહેવારને પગલે સુરત શહેર પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં પણ કોમ્બીંગ દરમ્યાન અનેક ગુન્હેગારો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરતના લીંબાયત વિસ્તારમાંથી બોગસ ડોકટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી ડોક્ટર ન હોવા છતાં પણ પોતાની ઓળખ ડોક્ટર તરીકે ઉભી કરી બીમાર લોકોને એલોપેથીક દવા અને ઈન્જેકશન આપી તેમના સ્વાસ્થય સાથે ચેડા કરતો હતો. બનાવને પગલે પોલીસે તેના ક્લિનિકમાંથી દવાઓ તથા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હાલ તો બોગસ ડોકટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article