Surat: ડ્રગ્સ મામલે પોલીસે કસંજો કસ્યો, બે કરોડથી વધુના MD ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ

સુરતમાં નશાખોરીની સામે સુરત પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ મામલે સુરત પોલીસે ડ્રગ્સ પેડલર પર વધુ એક વાર સકંજો કસ્યો છે. અમરોલી પોલીસે ગત મોડી રાત્રે સુરત શહેરના કોસાડ આવાસ માંથી અંદાજે બે કરોડથી વધુનો એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

Surat: ડ્રગ્સ મામલે પોલીસે કસંજો કસ્યો, બે કરોડથી વધુના MD ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ
Surat Police Seized Drugs With Culprit
| Edited By: | Updated on: Nov 14, 2022 | 7:49 PM

સુરતમાં નશાખોરીની સામે સુરત પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ મામલે સુરત પોલીસે ડ્રગ્સ પેડલર પર વધુ એક વાર સકંજો કસ્યો છે. અમરોલી પોલીસે ગત મોડી રાત્રે સુરત શહેરના કોસાડ આવાસ માંથી અંદાજે બે કરોડથી વધુનો એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન આરોપીની દુકાન અને ગાડીમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

ઇકો કારમાંથી 2.176 કિલોગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું

હાલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય અને કોઈપણ પ્રકારની ગુનાખોરી ન થાય તે બાબતે સુરત શહેર પોલીસે ગુનાખોરી કરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઇસમો વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી કરવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરત પોલીસના અમરોલી પોલીસ સ્ટેશનના માણસોને મળેલી બાતમીના આધારે, કોસાડ આવાસ માં આવેલ શોપિંગ સેન્ટર ની દુકાન નંબર 29 માં ડીસીપી કક્ષાના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી હતી. જેમાં આ દુકાનમાં તેમજ પાર્કિંગમાં રાખેલી ઇકો કારમાંથી 2.176 કિલોગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની સાથે ડ્રગ્સ વેચાણના બે લાખ 68 હજાર રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલ મળી આવ્યા હતા, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ એમડી ડ્રગ્સ ની કિંમત બે કરોડ 17 લાખ રૂપિયા જેટલી છે.

સુરત પોલીસે હાલ શર્મા નામક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે

પોલીસના હાથે ઝડપાયેલા આરોપી મુબારક બાંડીયા જે મૂળ ભરૂચના જંબુસરનો રહેવાસી છે. જે અગાઉ અમરોલી પોલીસના હાથે દારૂના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. મુબારક બાંડીયા ની પૂછપરછ કરતા આ ડ્રગ તેને મુંબઈ ખાતે રહેતા શર્મા નામના વ્યક્તિએ મોકલ્યું હતું. સુરત પોલીસે હાલ શર્મા નામક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પકડાયેલા આરોપી મુબારકની આ કેસમાં સંડોવણી જોતા તેનો ભાઈ મુસ્તાક ઉર્ફે એસટીડી પટેલ જે પણ અગાઉ એનડીપીએસના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. અને હાલ સુરતની લાજપોર જેલ ખાતે બંધ છે મુબારક નો ભાઈ જેલમાં જવાના કારણે તેનો ડ્રગ નો ધંધો તે પોતે સાચવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

હાલ સુરત પોલીસે આ કેસમાં મુબારકની ધરપકડ કરીને તેની પાસેથી બે કરોડથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કરી તેને ડ્રગ્સ મોકલનાર આરોપીને પકડવાના માટે ટીમ બનાવીને રવાના કરી છે. તો બીજી તરફ મુબારક આ ડ્રગ સુરતમાં કોને સપ્લાય કરતો હતો અને કયા વિસ્તારમાં તેનો મુખ્ય ધંધો હતો તે દિશામાં સુરત પોલીસ તપાસ કરી રહી છે.

Published On - 7:45 pm, Mon, 14 November 22