Surat : પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દી માટે રક્ત એકત્ર કરવાની ઝુંબેશ, ગૃહપ્રધાન, CP સહીતનાએ કર્યુ રક્તદાન

થેલેસેમિયા અંતર્ગત હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ખુબ ખરાબ રીતે અવ્યવસ્થિત થઇ જાય છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને 700 થી 800 બોટલ બ્લડની જરૂરીયાતને પુરી કરવા સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ.

Surat : પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દી માટે રક્ત એકત્ર કરવાની ઝુંબેશ, ગૃહપ્રધાન, CP સહીતનાએ કર્યુ રક્તદાન
| Edited By: | Updated on: Apr 19, 2023 | 7:43 AM

સુરત શહેર પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં રહેતા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આખા વર્ષ માટે લોહી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાના આશયથી દર મહીને એક રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે આજે પાંડેસરા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. અહી સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લોકોએ રક્તદાન કર્યું હતું

થેલેસેમિયામાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઓછી થવા લાગે

આજના સમયમાં લોકોને બ્લડ સાથે જોડાયેલ ઘણા પ્રકારની બીમારી થાય છે. થેલેસેમિયા પણ લોહી સાથે સંબંધિત બીમારી છે. થેલેસેમિયા અંતર્ગત હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ખુબ ખરાબ રીતે અવ્યવસ્થિત થઇ જાય છે. જેના કારણે રેડ બ્લડ સેલ્સની સંખ્યા ઓછી થવા લાગે છે.

ભારતમાં થેલેસેમિયાના ઘણા કેસો સામે આવ્યા છે. ત્યારે ગુજરાતનાં સુરત જિલ્લા પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આખા વર્ષ માટે લોહી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાના આશયથી દર મહીને એક રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરાયું છે.

મહીને આશરે 750 થી 800 બોટલ લોહીની પડે છે જરૂરીયાત

સુરત શહેર વિસ્તારમાં કાર્યરત વિવિધ બ્લડ બેંન્ક અને થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર આપતી હોસ્પિટલ, સંસ્થાઓ સાથે સંકલન પોલીસ દ્વારા સાધવામાં આવ્યું છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને સ્વસ્થ જીવન માટે અવાર નવાર લોહી બદલવાની જરૂરીયાત ઉભી થાય છે. વિવિધ સંસ્થાઓ સાથે થયેલ ચર્ચા મુજબ સુરત શહેરમાં રહેતા તમામ થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને તેઓની તમામની સારવાર માટે દર મહીને આશરે 750 થી 800 બોટલ લોહીની જરૂરીયાત રહે છે તેવું જણાઇ આવ્યું હતું.

પોલીસ કરશે 1 હજાર બોટલ રક્ત એકત્ર

થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને 700 થી 800 બોટલ બ્લડની જરૂરીયાતને પુરી કરવા સુરત શહેર પોલીસ નાગરીકો સાથે મળી અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે એક-એક બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને દરેક મહિને 1 હજાર બોટલ બ્લડનું જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ બ્લડ બેંન્કમાં એકત્રીત થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાનું નક્કી કરાયું છે. આ પહેલના ભાગરૂપે પાંડેસરા પોલીસ મથક ખાતે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો : સુરતમાં વધ્યો તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં અલગ અલગ બે જગ્યાએ કર્યો હાથફેરો, જુઓ Video

શહેરીજનો માટે દુત બનેલા એવા પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના પોલીસ અધિકારીઓ અને લોકોએ રક્તદાન કર્યું હતું. આગામીઓ સમયમાં આ વિચારનો વ્યાપ વધારવામાં આવશે તેવું પોલીસ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us