પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ જ વાક્યને સાર્થક કરવા સુરત પોલીસ આગળ આવી છે. પ્રજા માટે હર હંમેશ ખડેપગે તત્પર રહેવાના આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુમસ પોલીસ મથકના PI અંકિત સૌમ્યા તેમજ ડુમસ પોલીસના અન્ય પોલીસ કર્મીઓ સાથે સ્થાનિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન કેમ્પમાં 115 બોટલ યુનિટ રક્ત એકત્ર થયું હતું.
કોવીડ જેવી પરિસ્થિતિ હોય કે પુરની આફત અથવા અન્ય કોઈ પરિસ્થિતિ હર હમેશ પ્રજા સાથે ખડેપગે ઉભા રહેવા માટે તત્પર રહે છે. ખાસ કરીને પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ અને મિત્રતાનો સેતુ જળવાય રહે તેવા આશય સાથે કમ્યુનીટી પોલીસીંગના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા અવાર નવાર વિવિધ કાર્યો કરવામાં અવતા હોય આવા જ અભિગમ સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન અને સુચના હેઠળ ડુમસ પોલીસ દ્વારા સ્થાનિક લોકો અને સ્મિમેર હોસ્પિટલની મેડીકલ ટીમનો સાથ મેળવી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ડુમસ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડની અંદર આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સવારથી જ પોલીસ તથા હોમગાર્ડના જવાનોએ રક્તદાન કરવાનુ શરૂ કર્યું. સાથોસાથ ડુમસના સ્થાનીક લોકો પણ આ રક્તદાનની મુહીમમાં જોડાયા હતા. રક્તદાન શરુ થતા જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ લોકોએ ઉત્સાહભેર આ બ્લડ કેમ્પમાં જોડાઈ માનવતા મહેકાવી હતી.આ દરમ્યાન કુલ 115 જેટલા રક્તના યુનીટ એકત્ર થયા હતા.
આ પણ વાચો : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર ફરી એક શ્વાનનો હુમલો, 40 દિવસમાં રખડતા શ્વાને બેના ભોગ લીધા
મનુષ્યના જીવ માટે બહુમુલ્ય એવા રક્તની અછત જણાતી હોય આ અછતને પહોંચી વળવા માટે ક્યાંકને ક્યાંક પોલીસ પણ તત્પર હોય તેવું સાબિત કર્યું છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડુમસ પોલીસે પૂરું પાડ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તેમજ અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૨ કે.એન ડામોર તથા નાયબ પોલીસ કમીશનર ઝોન-6 ભાવના પટેલ અને મદદનીશ પોલીસ કમીશ્નર જે ડિવીઝન દિપ વકીલ દ્વારા પણ મુલાકાત કરી રક્તદાન કરનારા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…