Surat : પોલીસનો જીવદયા પ્રેમ જોઈ તમે પણ કહેશો, વાહ ખાખી વાહ, જુઓ Video

|

Jul 04, 2023 | 6:02 PM

સુરત જિલ્લાનો સૌથી ફેમસ ડુમસ બીચ ખાતે ઘોડે સવારી અને ઊંટની સવારી થાય છે ત્યારે એક જાગૃત નાગરિકે ઊંટને ઈજાગ્રસ્ત હાલતમાં જોયું હતું જેથી તેણે ડુમસ પોલીસને જાણ કરતાં આ પ્રાણી માટે ડુમસ પોલીસ દેવદૂત બનીને આવી.

Surat : પોલીસનો જીવદયા પ્રેમ જોઈ તમે પણ કહેશો, વાહ ખાખી વાહ, જુઓ Video

Follow us on

Surat: સુરતમાં ડુમસ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ડુમસ પોલીસના ધ્યાને આવ્યું હતું કે બીચ પર કેટલાક ઊંટ અને ઘોડાઓ ઈજાગ્રસ્ત છે, જેથી ડુમસ પોલીસ મથકના PIએ બીચ પર પહોચીને તપાસ કરાવી હતી, જેમાં ઘોડા અને ઊંટ મળી 7 થી 8 જેટલા પ્રાણીઓ ઈજાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું. જેથી તાત્કાલિક જીવદયાની ટીમ બોલાવી આ તમામ પ્રાણીઓની સારવાર કરાવી હતી અને પ્રાણીઓના માલિકોને તેઓની પુરતી તકેદારી રાખવા કડક સુચના આપી હતી.

સુરતમાં ડુમસ બીચ સહેલાણીઓ માટેની પહેલી પસંદ છે. વિક એન્ડ અને વાર તહેવારે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ડુમસ બીચ ખાતે હરવા ફરવા જાય છે. ડુમસ બીચ ખાતે ઘોડે અને ઊંટ સવારી પણ થાય છે ત્યારે એક જાગૃત નાગરિકે એક ઊંટને ઈજાગ્રસ્ત હાલતમાં જોયું હતું જેથી તેણે ડુમસ પોલીસ મથકમાં જાણ કરી હતી. બનાવની જાણ ડુમસ પોલીસ મથકના પીઆઈ અંકિત સોમૈયાને થતા તેઓ તાત્કાલિક બીચ પર પહોચ્યા હતા અને તેઓએ પ્રયાસ અને જીવદયા સંસ્થાને ડુમસ બીચ પર બોલાવી હતી અને બાદમાં બીચ પર આવતા તમામ ઊંટ, ઘોડાની પ્રાણીઓના ડોક્ટર પાસે તપાસ કરાવી હતી.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ દરમ્યાન 7  થી 8 જેટલા ઊંટ અને ઘોડાઓને ઈજા હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની ટીમે તાત્કાલિક ઈજાગ્રસ્ત ઊંટ અને ઘોડાઓની સારવાર કરાવી હતી આ ઉપરાંત ઊંટ અને ઘોડાના માલિકોને તેઓની પુરતી તકેદારી રાખવા કડક સુચના આપી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને બીચ પર આવતા લોકોએ બિરદાવી હતી.

આ પણ વાંચો : સુરતના વેસુમાં જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનો, જુઓ Video

ડુમસ પોલીસ મથકના પીઆઈ અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી એક ઊંટ ઈજાગ્રસ્ત હાલતમાં છે જેથી હું મારી ટીમ સાથે બીચ પર ગયો હતો. અને જોયું તો એક ઊંટ ઈજાગ્રસ્ત હતો તેમ છતાં તેની પાસે ઊંટ સવારી કરાવવામાં આવતી હતી. આ જોઇને તાત્કાલિક જીવદયાની ટીમને બોલાવી બીચ પર તમામ પ્રાણીઓની તપાસ કરાવવામાં આવી હતી આ દરમ્યાન 7 થી 8 જેટલા પ્રાણીઓ ઈજાગ્રસ્ત મળી આવ્યા હતા. જેથી તેઓની તાત્કાલિક સારવાર કરાવવામાં આવી હતી અને પ્રાણીઓના માલિકોને તેઓની પુરતી તકેદારીઓ રાખવા કડક સુચના આપી હતી.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article