Surat : ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો પર્દાફાશ, અલગ અલગ 4 ગુનામાં પોલીસે 6 લોકોને ઝડપ્યા

Surat News : અકસ્માતની ઘટનાઓ ના બને તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે. કોઇ ચાઇનીઝ દોરાનું વેચાણ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓને દોરા સાથે ઝડપી પડાયા છે.

Surat : ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો પર્દાફાશ, અલગ અલગ 4 ગુનામાં પોલીસે 6 લોકોને ઝડપ્યા
| Edited By: | Updated on: Jan 04, 2023 | 12:56 PM

સુરતમાં ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના ઓનલાઇન વેચાણનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. અલગ અલગ ચાર ગુનામાં પોલીસે ઓનલાઇન ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર 6 લોકોને ઝડપી પાડયા છે. ઉધનામાંથી 20, સાલબત પૂરામાંથી 22, મહિધરપુરામાં 120 અને સરથાણામાંથી 10 ચાઈનીઝ દોરીની ફીરકી ઝડપાઇ હતી. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને પ્રયાસ જીવદયાની મદદ લેવાઈ હતી. હાલ પોલીસે અલગ અલગ ત્રણ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વની શહેર માં ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. આ દિવસે શહેરમાં મોટા ભાગે પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાનો આનંદ માણતા હોય છે. તેવામાં એક બીજાની પતંગ કાપવા જાણે હોડ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. જેના કારણે લોકો ચાઇનીઝ દોરી લેવાનું વધુ પસંદ કરતા હોય છે. જો કે આ ચાઇનીઝ દોરી માણસો અને પશુપક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. સુરત શહેરમાં અવાર અવાર પતંગની દોરીથી અનેક અકસ્માત થઈ ગયા હોવાની ઘટના સામે આવતી રહે છે. જેથી ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અકસ્માતની ઘટનાઓ ના બને તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે. કોઇ ચાઇનીઝ દોરાનું વેચાણ ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓને દોરા સાથે ઝડપી પડાયા છે. મહિધરપુરા પોલીસ દ્વારા 120 ચાઈનીઝ દોરી સાથે ચાર યુવકોની ધરપકડ કરી છે. તો સાથે સુરતમાં ઓનલાઇન ચાઈનીઝ દોરી વેંચતા ઈસમો સામે એક સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધીમાં મહિધરપુરા પોલીસે 120, ઉધના પોલીસ સ્ટેશન 20, સાલબત પૂરા 22, સરથાણા 10 ચાઈનીઝ ફીરકી ઝડપી પાડવામાં આવી છે.

અલગ અલગ ચાર ગુના નોંધાયા

ચાઈનીઝ દોરા એક પ્રકારે બ્લેડ જેવું કામ કરે છે. ચાઇનીઝ દોરીના કારણે અનેક વખત રાહદારીઓના જીવ ગયા છે. તેવામાં સુરતની ઉધના પોલીસે આવી પ્રતિબંધ દોરી વહેંચનારા પર લાલ આંખ કરી છે. અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચનારા 10થી વધુ લોકોની દોરા સાથે ધરપકડ કરી હતી. સુરત પોલીસ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીના બોબીનો મળી આવ્યા છે. સુરત શહેરના મહિધરપુરા,સલાબતપુરા,ઉધના,અને સરથાણા વિસ્તારમાંથી લાઈવ રેડી ગોઠવીને દોરીઓ ઝડપી પાડવામાં આવી છે.