Surat: બેંગ્લોરમાંથી ચોરી કરીને આવેલા આરોપીને પોલીસે ઝડપ્યો, 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો

|

Jan 31, 2023 | 10:38 PM

સુરતની સારોલી પોલીસ વાહન ચેકીંગમાં બેંગ્લોરમાંથી ચોરી કરી ભાગી જનારા આરોપીને ઝડપી પાડ્યો છે. આ દરમ્યાન બેંગ્લોરના યશવંત પુરા માં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી સાથે સરથાણા પોલીસે બેંગ્લોર પોલીસને જાણ કરી હતી.

Surat: બેંગ્લોરમાંથી ચોરી કરીને આવેલા આરોપીને પોલીસે ઝડપ્યો, 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો
Surat Police Arrest Bangalore Theft Accused

Follow us on

સુરતની સારોલી પોલીસ વાહન ચેકીંગમાં બેંગ્લોરમાંથી ચોરી કરી ભાગી જનારા આરોપીને ઝડપી પાડ્યો છે. આ દરમ્યાન બેંગ્લોરના યશવંત પુરા માં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી સાથે સરથાણા પોલીસે બેંગ્લોર પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની વિગત મુજબ દાહોદ જિલ્લાનો વતની માજુ ભુરિયા બેંગ્લોરના યશવંતપુરા ખાતે રહેતો હતો ત્યાં થોડા દિવસ પહેલા દિવસ દરમ્યાન ઘરની રેકી કરી રાત્રીના સમયે દરવાજાના લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા દાગીનાની ચોરી કરતો હતો.

અલગ અલગ બે ઘરોમાં 40 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી

તેમની સાથે એક ગેંગ પણ હતી તે દરમ્યાન થોડા સમય પહેલા યશવંત પુરામાં અલગ અલગ બે ઘરોમાં 40 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યાં આ આરોપી ફરાર થઇ બેગ્લોર પોલીસથી બચવા માટે સુરત માટે આવી રહ્યો છે ત્યાં તે દરમ્યાન સારોલી પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીના દાગીના સાથે સુરત તરફ આવી રહ્યો છે.

આ બાતમીના આધારે તે શંકાસ્પદ ઈસમ પકડી પૂછતાં તેને બેગ્લોરના યશવંતપુરા ખાતે ચોરી કરી ભાગેલો આરોપી નિયોલ ચેકપોસ્ટ પાસેથી પસાર થશે તે દરમ્યાન પોલીસે નિયોલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી માજુ વરસિંગ પુનિયાને ચોરી નવા મુદામાલ સાથે ઝડપી પાડી ધરપકડ કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

40 લાખથી વધુના મુદામાલ સાથે આરોપી માજુ પુનિયાની ધરપકડ

આ આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તે અને તેમની ટીમ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવે છે. આ અગાઉ એક વર્ષ પહેલા પણ બેંગ્લોરના યશવંત પુરામા 40 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી.હાલ પોલીસે 40 લાખથી વધુના મુદામાલ સાથે આરોપી માજુ પુનિયાની ધરપકડ કરી હતી.

આ સાથે જ તેમના ગેંગના સભ્યો છગન ભુરિયા,મજીદ ભુરિયા અને ભીમા ભાભોરને વોન્ટેડ જાહેર કરી બેંગ્લોર પોલીસને જાણ કરી હતી.જેથી સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ ભાર પાડવામાં આવ્યું છે. જે જગ્યાએ કામગીરી કરતા કારીગરો કે કામદારોના બાયોડેટા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે જેથી આવી કોઈ પ્રવુતિ કરીને કે ગુનાને અંજામ આપી આવેલા ઈસમો પોલીસની પકડમાં આવી જાય.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મળી આવવાનો ફેક કૉલ, તંત્ર દોડતું થયું

Next Article