Surat: હત્યાના કેસમાં 15 વર્ષથી ભાગેડુ આરોપીની પોલીસે ઓડીશાથી ધરપકડ કરી

|

Jul 05, 2022 | 7:14 PM

સુરત(Surat) SOG દ્વારા આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી હતી SOG ના લોકો પણ કામે લાગ્યા હતા ત્યારે આરોપીને પકડવા માટે અવાર-નવાર પોલીસ તેના વતન ખાતે તપાસમાં ગયેલ હતી

Surat: હત્યાના કેસમાં 15 વર્ષથી ભાગેડુ આરોપીની પોલીસે ઓડીશાથી ધરપકડ કરી
Surat Police Fugitive Murder Accused

Follow us on

સુરત(Surat) શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખુન, લુંટ અને ધાડ વિગેરે પ્રકારના ગંભીર પ્રકારના ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી છે ત્યાં સુરતમાં વર્ષ-2007 માં એક ઓડીશાના યુવક દ્વારા નજીવા ઝઘડાની અદાવતમાં તેના યુવાન પુત્રને પથ્થરવડે રહેંસી નાંખી હત્યા(Murder)  કરેલ હતી જે હત્યાના ગુન્હામાં આરોપી હજુ સુધી પકડાયેલ ન હતો જેથી આ હત્યારાને તાત્કાલીક ઝડપી ફરિયાદી દ્વારા પોલીસને રજુઆત કરવામાં આવતા. જેથી પોલીસ કમિશ્નરે આ હત્યારાને તાત્કાલીક ઝડપી વૃધ્ધ પિતાને ન્યાય અપાવવા માટે સૂચન કર્યું હતું ત્યારે સુરત એસ.ઓ.જી.ને સોંપેલ જે અનુસાર એસ.ઓ.જી.ના PI આર.એસ.સુવેરા , તથા PSI વી.સી.જાડેજા નાઓએ ઉપરોક્ત ગુન્હાની હકીકત મેળવવા માટે પાંડેસરા પોલીસનો સંપર્ક કરતા આ હત્યાના બનાવ બાબતે પાંડેસરા પોર્લીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં .229/2007 ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે ગુન્હામાં આરોપી આકાશ ઉર્ફે ટુકુના ઉર્ફે સાહેબ ખદાર પાત્ર રહે . ગામ અસુરનંદા થાના- સોરડા જી.ગંજામ ( ઓડીશા ) વાળાની સંડોવણી જણાઈ આવેલ હતી.

જેમાં આધારે સુરત SOG દ્વારા આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી હતી SOG ના લોકો પણ કામે લાગ્યા હતા ત્યારે આરોપીને પકડવા માટે અવાર-નવાર પોલીસ તેના વતન ખાતે તપાસમાં ગયેલ હતી પરંતુ આરોપી જે વિસ્તારમાં રહેતો હોય તે ઓડીશાના ગંજામ જિલ્લાનો આંતરીયાળ વિસ્તાર હોય આરોપી ત્યાંની ભૌગોલીક પરીસ્થીતીથી ભલી ભાતી વાકેફ હોય જેથી તે પોલીસ પહોંચે તે પહેલા જ ત્યાંથી નાસી જતો હતો જેથી તેનો પકડવો ખુબ જ મુશ્કેલ હોવાની હકીકત જણાવેલ હતી.

ત્યાં આરોપી અંગે એસ.ઓ.જી.ના HCઅશોકભાઈ લાભુભાઈનાઓને હ્યુમન સોર્સીસથી માહીતી મળેલ કે , આ આરોપી હાલ તેના વતન ગામ ખાતે આવેલ છે . જે હકીકત બાબતે એસ.ઓ.જી.ના PI આર.એસ.સુવેરાનાઓએ ટેકનીકલી વેરીફાઈ કરાવતા આરોપી તેના વતન ગામ ખાતે હોવાની પુષ્ટી મળેલ હતી જેથી આરોપી ઓડીશા ખાતેથી નાસી જાય તે પહેલા તેને ઝડપી પાડવા એસ.ઓ.જી.ના ના માણશો તાત્કાલિક ગંજામ પોલીસની મદદ મેળવી આરોપી આકાશ ઉર્ફે ટુકુના ઉર્ફે સાહેબ ખદાર પાત્રા વાળાને તેના ધરમાંથી તે કાંઈ પણ સમજે વિચારે તે પહેલા ઉધતોજ દબોચી લેવામાં સફળતા મળેલ છે .

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

મજકુર આરોપીને સુરત ખાતે લાવી તેની ગુન્હા સંબધે પુછપરછ કરતા તેણે જણાવેલ કે , પોતે સને -2007 માં સુરત સચીન ઉન ખાતે રહેતો હતો ત્યારે સચીન રોડ નં .4 ઉપર મોબાઈલ તથા ઘડીયાળ રીપેરીંગની દુકાન ચલાવતા તેના મિત્ર આસિફ ઉર્ફે ગોલ્ડન પાસેથી પોતાની સ્કુટીના બદલામાં મોબાઈલ ફોન આપવા જણાવતા તેના મિત્રએ મોબાઈલ ફોન આપવાની યોખ્ખી ના પાડી દીધેલ જેથી તેની સાથે આ બાબતે ઝઘડો થયેલ હતો. ત્યાર બાદ તા .30/10/2007 ના રોજ મરણ જનાર ભેસ્તાન ઉન જકાત નાકા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે મળેલ અને તેની સાથે ફરી પાછો મોબાઈલ ફોન આપવા બાબતે ઝઘડો થયેલ જેથી તેણે ઝઘડાની અદાવતમાં બાજુમાં પડેલ મોટા પથ્થર વડે મરણ જનારના છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી તેનુ ખુન કરી પોતે સુરતથી ભાગીને કેરલા ત્રીચુર ખાતે રહેવા જતો રહેલ અને ત્યાં કડીયાકામની મજુરી કામ કરી પોતાના ગામ આવતો જતો હતો.

Published On - 7:11 pm, Tue, 5 July 22

Next Article