Surat Police: સુરતમાં આરોપીઓ ચાલુ ટેમ્પામાં ચડીને ટેમ્પામાંથી સમાનની ચોરી કરી લેતો હતો. જે ઘટના સામે આવતા આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. સુરતમાં ઇલેક્ટ્રિક શો રૂમમાંથી લોકોના ઘરે ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, વેક્યુમ ક્લીનર જેવા કીમતી ઇલેક્ટ્રિક સામનો ડીલવરી કરવા માટે જતા ટેમ્પામાંથી ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી હતી.
આ ઘટનાને લઈને રાંદેર પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસે આ ઘટનામાં તપાસ કરીને આરોપી રાજ ઉર્ફે રાજા હર્ષદભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસને જયારે ટેમ્પામાંથી સમાન ચોરી થવાની ફરિયાદો મળી હતી જેને લઈને પોલીસે અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં આ યુવકની કરતુત સામે આવી હતી.
આરોપી ટેમ્પામાં પાછળ લટકીને ટેમ્પામાંથી સમાન ચોરી કરી લેતો હતો. આરોપીની ધરપકડ થતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. પોલીસે આરોપી પાસેથી ટીવી, વેક્યુક્મ ક્લીનર, વોટર પ્યુરીફાયર્સ વગેરે મળી કુલ 60 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુમાં આરોપીની ધરપકડ થતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે નશાના રવાડે ચડી ગયો હતો અને અગાઉ તે પાણીની બોટલો સપ્લાયનું કામ કરતો હતો જેથી તેને ચાલુ ટેમ્પામાં ચડવાની અને ઉતરવાની પ્રેક્ટીસ હતી. આરોપી સૌ પ્રથમ આવા ટેમ્પાની રેકી કરતો હતો અને રસ્તામાં ક્યાય બમ્પ આવતા હિય અથવા ટ્રાફિક કે અન્ય કોઈ કારણોસર ટેમ્પો ધીમે પડે ત્યારે તે દોડીને ટેમ્પામાં ચડી જતો હતો અને ટેમ્પા માંથી બોક્સ ચોરી કરી લેતો હતો.
આ પણ વાંચો : સિંહના મોત મામલે વનમંત્રીનું નિવેદન, ભવિષ્યમાં આવી ઘટનાને બનતી અટકાવવા, ગાર્ડની સંખ્યા અને વાડની ઉંચાઈ વધારાશે
આ કામ એવી ચાલાકીથી કરતો હતો કે ટેમ્પા ચાલકને પણ ખબર પડતી ન હતી અને બાદમાં ચોરી કરેલો સમાન તે ઘરે મૂકી રાખતો હતો અને વેચવા માટે ગ્રાહકની શોધમાં રહેતો હતો દરમ્યાન તે એક ટીવી લઈને વેચવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.